આ કેસની હકીકત જી.એસ.ટી વિભાગના અધીકારી દ્વારા અલગ અલગ કુલ ૭ પેઢીઓ સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, મા આશીષ કોમ્પ્લેક્સ, દુકાન નં.૭, દોશી હોસ્પીટલ રોડ, રાજકોટમાં બનાવટી ભાડા કરાર બનાવી 'ક્રિષ્ના ટ્રેડિંગ' નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બીલો રજુ કરી 'ક્રિષ્ના ટ્રેડિંગ'ના નામથી જી.એસ.ટી. નંબર મેળવી-૭ પેઢીઓના સંચાલકો સાથે મળી રૂ.૭૯,૨૦,૩૯૮ની ખોટી રીતે ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને
આર્થિક નુકશાન પહોચાડ્યું હતું. જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી આંગડીયા મારફત જે તે વેપારીને પરત મોકલી કમીશન બે થી પાંચ ટકા મેળવવા સબબ સુધીર નરશીભાઈ રૈયાણીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી સુધીર રૈયાણીએ રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે હાલના રૂપિયા કમિશન લીધું હોવાનું રેકર્ડ ઉપર આવ્યું નથી, મુખ્ય આરોપીને પણ જામીન મળી ગયા છે, તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત્ત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ સાહીસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, દયા કે. છાયાણી, નીમેશ જાદવ, શ્રધ્ધા આર. ખખ્ખર તેમજ અમદાવાદના રાહીલ એન. શેખ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ વહીવટીતંત્રે નવા ફેડરલ કર્મચારીઓ માટે વિવાદાસ્પદ ભરતી પ્રક્રિયા શરૂ કરી
June 04, 2025 11:03 AMસ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગના ડીમોલિશનનો આજે છેલ્લો દિવસ
June 04, 2025 10:59 AMદરેડમાં દારૂ કેશમાં નાસતો ફરતો આરોપી ઝપટે ચડયો
June 04, 2025 10:54 AMરાજકોટ : જીવરાજ પાર્ક નજીક કારચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી
June 04, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech