સાંસદોની ટિકિટ કાપવામાં ભાજપે સદી ફટકારી: ૧૦૩ના પત્તા કપાયા

  • March 27, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપની છઠ્ઠી યાદીમાં વધુ ત્રણ સાંસદોની ટિકિટ કપાઇ હતી. હજુ સુધી ભાજપે દસ મંત્રીઓ સહિત કુલ ૧૦૩ સાંસદોના પત્તાં કાપી નાખ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પાર્ટીએ ૧૧૯ સાંસદોને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપે માત્ર ઓછા લોકપ્રિય સાંસદોને જ નહીં પરંતુ પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદો સર્જનારાઓથી પણ કિનારો કરી લીધો છે. તેમાં ગોડસેને મહાન ગણાવનાર ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, ચોક્કસ સમુદાય વિદ્ધ ટિપ્પણી કરનાર પ્રવેશ વર્મા, સંસદમાં લઘુમતી સમુદાયના સાંસદ વિદ્ધ ટિપ્પણી કરનાર રમેશ બિધુરી અને પાર્ટી નેતૃત્વને નિશાન બનાવનાર વણ ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાય ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં અહીં કલીન સ્વીપ કરનાર ભાજપે ૨૬માંથી ૧૪ બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. દિલ્હીમાં સાતમાંથી છ સાંસદો અને ઉત્તર પ્રદેશમાં પાંચમી યાદીમાં નવ સાંસદો ફરી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા. ઓડિશાના ચાર અને બિહાર, કર્ણાટક તથા ઝારખંડના ત્રણ–ત્રણ સાંસદોના પત્તાં કપાયા છે. યારે ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી, ત્યારે એક વખત એવું લાગતું હતું કે પાર્ટી સાંસદો માટે મોટું હૃદય રાખશે. પ્રથમ યાદીમાંથી ૩૩ સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. ત્યારબાદ યુપીના તમામ ૪૧ સાંસદો ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા. પાર્ટીએ અત્યાર સુધીમાં ૪૦૫ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હજુ ૩૫ ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. તેમાં મોટાભાગે યુપીના છે. આવી સ્થિતિમાં પાર્ટી ટિકિટ કાપવાના મામલે છેલ્લી ચૂંટણીનો રેકોર્ડ તોડવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application