સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય બ્લોકમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની ઘટ હોવાની સાથે કોર્પોરેશનનું પાણી નિયમિત આવતું ન હોવાથી હોસ્પિટલ તંત્રએ કોર્પોરેશન પાસેથી જ પાણીના ટેન્કર વેચાતા લેવા પડી રહ્યા છે. પાણીની કાયમીની સમસ્યાથી દર્દીઓ, તબીબો અને સ્ટાફને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની આ સમસ્યા અંગે તાજેતરમાં આરોગ્ય કમિશનરની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આર.કે.એસ.ની મિટિંગમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં મેયરને આ મુદ્દે જણાવ્યું હતું તેને પણ કેટલાક દિવસો વીતી ગયા છતાં જાણે મેયરના પેટનું પાણી પણ હલ્યું ન હોય તેમ સમસ્યાનો ઉકેલ લાવવાની બદલે હજુ સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. ચાલુ અઠવાડિયામાં એટલે કે, તા. 1 નવેમ્બર થી આજસુધીના સાત દિવસમાં માત્ર 1 તારીખ અને 6 તારીખે જ પાણી આવ્યું હતું બાકીના પાંચ દિવસ કોર્પોરેશનની લાઈનમાં પાણીનું ટીપુંએ આવ્યું ન હતું. તો ઓક્ટોમ્બર મહિનાની વાત કરીએ તો તા.1-10 થી 31-10 સુધીમાં માત્ર 17 દિવસ પાણી આવ્યું હતું. એકદંરે અડધો મહિનો પાણી મ આવતા હોસ્પિટલ તંત્રએ ના છૂટકે કોર્પોરેશનમાંથી પાણીના ટેન્કર વેચાતા લેવા પડી રહ્યા છે જેનું મહિને બે લાખથી વધુનું બિલ ચુકવાતા સરકારી તિજોરીને પણ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. કોર્પોરેશનનું નિયમિત પાણી મળી રહે એ માટેની બે બે પાણી લાઈન છે જેમાં 40 મિનિટ જેટલું પાણી વિતરણ કરવાનું હોઈ છે પરંતુ કેટલાક દિવસો સુધી પાણીની લાઈન જાણે નિર્જળા ઉપવાસ કયર્િ હોઈ તેમ કોરી કટ રહે છે.
પીએમએસએસવાય બ્લોકમાં પાંચ ફ્લોરમાં આઇસીસીયુ, પ્લાસ્ટિક, ન્યુરો અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. ખાસ કરીને ડાયાલીસીસ વિભાગમાં દરરોજના 100 જેટલા દર્દીઓ આવતા હોવાથી પાણીની તાતી જરૂરિયાત રહે છે. આ બાબતે હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે એમ છતાં દર્દીઓના પ્રશ્ને હમદર્દ બનવાને બદલે જાહેરમાં રજૂઆત કયર્િ પછીએ સત્તાના મદમાં રચેલા મેયર નું તો પેટનું પાણી હલ્યું જ નથી પરંતુ મ્યુનિ કમિશનરએ પણ એક જવાબદાર અધિકારી તરીકે ઘટતું ન કરતા હોસ્પિટલ તંત્ર વેચાતું પાણી લેવા માટે લાચાર બન્યું છે.
પાર્ટીના કાર્યક્રમને લઇ ફ્રૂટ વિતરણ કરવા આવતા નેતાઓ પાણી પ્રશ્ર્ન ઉકેલો
દેશના કોઈ મહા પુરુષની જન્મ જ્યંતિની ભાજપ દ્વારા સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવતી હોઈ છે. જેમાં ભાજપ્ના નેતાઓ દ્વારા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરી ફોટો સેશન કરવામાં આવતું હોઈ છે. આ ઉપરાંત સગા-સ્નેહીઓને સારી સુવિધા યુક્ત સારવાર મળે, લિકર પરમીટમાં વહેલો વારો લેવડાવી દેવા સહિતની ભલામણો રૂબરૂ અને ટેલિફોનિક કરવામાં આવતી હોઈ છે પરંતુ હોસ્પિટલમાં દર્દીઓના પ્રશ્ને કે હોસ્પિટલની સુવિધા બાબતે ક્યારેય નેતાઓએ સામે ચાલીને પૂછવાની તસ્દી લીધી હોઈ તેવું આજ સુધી જોવા મળ્યું નથી. બીજી તરફ કોંગ્રેસ- આપ દ્વારા પણ હોસ્પિટલના પ્રાણ પ્રશ્ને આગળ ન આવતા તેમનું પણ પાણી મપાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech