આજથી ભાજપનું સદસ્યતા અભિયાન બે કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક

  • September 02, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટી છ વર્ષ બાદ તેના રસતા અભિયાનનો આજ થી આરભં થઈ રહયો છે.આજે સાંજે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં વર્તમાન રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સભ્ય બનાવશે એ સાથે તેના અભિયાનનો વિધિવત આરભં થશે. આ અભિયાન એક અધિકૃત ફોન નંબર પર શ થશે. ભાજપે સદસ્યતા અભિયાનમાં જોડાઇ શકાય એ માટે મિસ્ડ કોલ ઉપરાંત વેબસાઇટ અને કયુઆર કોડ જાહેર કરવામા આવશે.આ વખતે ગુજરાત ભાજપ એ વર્તમાન ૧.૧૩ કરોડ સભ્ય સામે બે કરોડ સભ્યો બનાવવાનું લયાંક રાખ્યો છે.
આવતીકાલથી ગુજરાત સહિત દેશભરના રાયોમાં સદસ્યતા અભિયાનનો આરભં થનાર છે, સદસ્યતા અભિયાનના સહ સંયોજક ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૧૧ વાગે અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે એક વિશિષ્ટ્ર કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશકિતમંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સભ્ય બનાવાશે. આ ઉપરાંત અહીં ઉપસ્થિત રહેનાર સાંસદો, ધારાસભ્યો, જિલ્લ ા પ્રમુખો, મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ, પ્રદેશ હોદ્દેદારોને નવેસરથી સભ્ય બનાવાશે. અહીં નોંધવું જરી છે કે, ભાજપ તેના બંધારણ મુજબ દર છ વર્ષે પોતાના વર્તમાન સભ્યોનું સભ્ય પદ સમા કરી નવેસરથી સભ્ય નોંધણી શ કરે છે.
૧ સપ્ટેમ્બરના રોજ દેશભરના તમામ વર્તમાન
સભ્યો, સક્રિય સભ્યોનું સભ્ય પદ સમા થઈ ગયું છે. હવે નવેસરથી સભ્ય પદ દરેક જિલ્લ ાં કાર્યકરને જવાબદારી સોંપવામા આવી છે. અત્યારે સુધી મિસ્ડ કોલા આધારે સભ્ય બની જવાતું હતું, જે પધ્ધતિમાં થોડો ફેરફાર કરાયો છે. હવે મિસ્ડ કોલ બાદ સંબંધિત વ્યકિતને તેના મોબાઈલ પર એક લિન્ક મોકલવામાં આવશે. જેમાં આવેલા ફોર્મમાં મગાયેલી વિગતો, ફોટો વગેરે લખીને સબમિટ કરવાની રહેશે. આ સંબંધિત સભ્યને ઓટીપી આવશે ત્યારબાદ જ એ સભ્ય બની શકશે આ રીતે કયુ આર કોડ અને વેબસાઈટ મારફતે ફોર્મ ભરનાર ને આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
આ માટે દરેક જિલ્લ ામાં ત્રણ ત્રણ વ્યકિતઓને જવાબદારી સોંપવામાં આવશે એ જ રીતે શકિત કેન્દ્રના ઇન્ચાર્જને પણ અભિયાનમાં જોડવામાં આવશે મંગળવારે સાંજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે સહકાર સંમેલન યોજાનાર છે આ સરકાર સંમેલનમાં ભાજપ સાથે તમામ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ સદસ્યતા અભિયાન હેઠળ સભ્ય બનશે આ અભિયાન સપ્ટેમ્બરના અંતિમ સાહ સુધી ચાલશે આ વખતે ભાજપ એ વર્તમાન ૧.૧૩ કરોડ સભ્ય સામે બે કરોડ સભ્યો બનાવવાનું લયાંક રાખ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application