૨૦૦ જેટલી બોગસ કંપનીઓ મારફત અંદાજે રૂા.૨૦૦ કરોડનું જીએસટી બોગસ ઈનપુટ ટેકસ ક્રેડિટ કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડના પુત્રનું નામ પણ સપાટી પર આવ્યું છે. આ કૌભાંડમાં તે શંકાના દાયરામાં હોવાથી તેનું નિવેદન લેવામાં આવ્યું છે. તપાસનીસ અધિકારીઓના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડના પુત્રની કંપની આર્યન એસોસિએટસની સંડોવણી બહાર આવી છે. આ કંપનીના પ્રમોટર અજય બારડનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે પરંતુ હજુ તેની ધરપકડ થઈ નથી. આ કંપનીમાં અજય બારડ ઉપરાંત ભાગીદારોમાં વિજય કાળાભાઈ બારડ અને રમેશ કાળાભાઈ બારડનો સમાવેશ થાય છે.
ડીરેકટર જનરલ જી.એસ.ટી ઇન્ટેલીજન્સ ઝોનલ ઓફીસ અમદાવાદ દ્રારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે કુલ–૧૩ કંપનીઓ વિધ્ધ જી.એસ.ટી સબંધીત ખોટા દસ્તાવેજ તથા ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ બાબતે ફરીયાદ નોંધાવેલ આ ફરિયાદ મા તારે આરોપીને આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા દરોડા પાડીને પાણીને મોટા પાયે દસ્તાવેજોના આધારે ૨૦૦ કરોડથી વધારે રકમનું મસમોટુ જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
આ ફરીયાદ અનુસંધાને રાયમા અલગ અલગ કુલ–૧૩ જગ્યાએ રેઇડનુ આયોજન કરી ઝડતી તપાસ હાથ ધરવામા આવેલ. ૧૩ કંપનીઓમા ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ તથા ખોટા નામ–સરનામા તથા ખોટા પ્રોપ્રાઇટર મળી આવેલ છે. તદુપરાંત આ ૧૩ કંપનીઓની માહીતી મેળવી તપાસ કરતા અન્ય ૨૦૦ કંપનીઓમા આજ રીતે નાણાકીય વ્યવહારો થયેલ હોવાનુ જણાઇ આવેલ છે. આ ગુનાના કામે ચાર વ્યકિતઓની અટકાયત કરવામા આવેલ છે. જેઓની વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામા આવનાર છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ધ હિન્દુના પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગાની કંપનીમાં બે કરોડથી વધુ બોગસ બિલીગ વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બોગસ ઇનપુટ ક્રેડિટ મેળવવામાં આવી હતી આ ટુકડીને દેશભરમાં ૨૦૦થી વધુ બોગસ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવી કરોડો પિયાની ક્રેડિટ લીધાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશદાન લાગા ડી એ એન્ટરપ્રાઇઝ કંપનીમાં લેબર સપ્લાય કરવાનું અને કન્સ્ટ્રકશન અને સિવિલ એન્જિનિયરિંગને લગતી કામગીરી કરતા હોવાનું જીએસટી રજીસ્ટ્રેશનમાં દર્શાવ્યું છે
ચારે'ય આરોપી કોર્ટમા રજૂ કરાયા
– એઝાજ ઉર્ફે માલદાર સઓ ઇકબાલભાઇ હબીબભાઇ માલદાર ઉ.વ–૩૦ રહે, ૨૫. વારીયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની પાસે ચિત્રાફુલસર ભાવનગર મુળરહે, વડવા પાડવાધાર હોટલ વિજય પાસે ભાવનગર.
– અબ્દુલકાદર ઉર્ફે બાપુ સઓ સમદભાઇ જેનમીયા કાદરી ઉ.વ–૩૩ ધંધોસિઝનેબલ વેપાર રહે, મ.ન–ં ૩૦૨ બાગે ફીરદોશ લેટ કંસારા શેરી રાણીકા ભાવનગર મુળ રહે, આયશા ટેનામેન્ટની સામે મહાવતવાળો ખાંચો જોગીવાડની ટાંકી વાપરી રોડ ભાવનગર.
– મહેશદાન પ્રભુદાન લાંગા ઉ.વ.૪૪, રહે.મ.નં.બી૧૧૦૨, મ.નં.બી૧૧૦૨, પુષ્પરાજ એપાર્ટમેન્ટ, આઇ.ઓ.સી. પેટ્રોલપંપની બાજુમાં, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ શહેર.
– યોતીશભાઇ મગનભાઇ ગોંડલીયા ઉ.વ.૪૨, ધંધો–કન્સ્ટ્રકશન, રહે. મકાન નં.ડી૧૦૦૪, શુકન રેસીડેન્સી, પેડલ રોડ, મોટા વરાછા, સુરત. મુળ રહે. ગામ: વિઠ્ઠલપુર ખંભાળીયા, તા. જી. અમરેલી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech