મોરબી રોડ પર રહેતા મહિલા રીક્ષામાં પિયા પાંચ લાખના દાગીના સાથેની થેલી ભૂલી ગયા હોય જે અંગેની જાણ તેમણે પોલીસને કરતા પોલીસે આ અંગે તાકીદે તપાસ હાથ ધરી સીસીટીવી ફટેજ ચકાસી રીક્ષા ચાલકને ઓળખી કાઢી આ દાગીના મહિલાને પરત અપાવ્યા હતા. બીજી તરફ રિક્ષાચાલક પણ પોતાના વાહનમાં દાગીના હોવાથી અજાણ હોય જે વાતનો તેને ખ્યાલ આવ્યા બાદ તે પણ સામેથી પોલીસનો સંપર્ક કરી દાગીના પરત આપવા આવી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું.
મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા દક્ષાબેન ઈશ્વરભાઈ બારડ ગત તા. ૨૧૪ ના સવારના આઠેક વાગ્યે આસપાસ પોલીસ સ્ટેશન આવી જણાવ્યું હતું કે, તે તથા તેમના જેઠાણી લ પ્રસંગમાંથી ઘરે પરત જતા હતા. ત્યારે પોતાની પાસે રહેલ સોનાના તથા ચાંદીના અંદાજિત પાંચ લાખની કિંમતના દાગીના થેલીમાં રાખ્યા હતા. પેડક રોડ પાલ બગીચા પાસેથી એક રીક્ષામાં બેસી ઘર પાસે ઉતર્યા હતા પરંતુ દાગીનાની આ થેલી તેઓ રિક્ષામાં જ ભૂલી ગયા હોય અને રીક્ષાના નંબર પણ યાદ ન હોય જેથી તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી.
બનાવને લઇ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફટેજો ચકાસવાનું શ કયુ હતું. જે ફટેજમાં રીક્ષા નજરે પડી હતી બીજી તરફ રીક્ષા ચાલક બાબુભાઈ નાથાભાઈ દેત્રોજા (રહે.માંડા ડુંગર, રાજકોટ) ને પોતાની રિક્ષામાં દાગીના ભરેલી આ થેલી હોવાની જાણ ન હતી આ થેલી સીટ નીચે ચાલી ગઈ હોય બીજા દિવસે પોતે રીક્ષા સફાઈ કરતા હતા ત્યારે તેનું ધ્યાન આ થેલી પર ગયું હતું. જેથી તેણે પણ પ્રમાણિકતા દાખવી સામેથી થોરાળા પોલીસનો સંપર્ક સાધી આ બાબતે જાણ કરી હતી. જેથી થોરાળા પોલીસે તુરતં બી ડિવિઝનને જાણ કરી હતી. ત્યારબાદ રીક્ષા ચાલકને પોલીસ સ્ટેશનને બોલાવી તેમજ મહિલાને પણ પોલીસ સ્ટેશનને બોલાવી ખરાઈ કરી તેમને .૫ લાખની કિંમતના આ દાગીના પરત અપાવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech