સનાતન ધર્મમાં માનનારી દેશની જનતા રામનગરી અયોધ્યામાં ભાજપને મળેલી કારમી હારને સ્વીકારી શકે તેમ નથી. મંગળવારની મોડી સાંજથી જ અયોધ્યાની હારને લઈને સોશિયલ મીડિયા પર કેટલીય પોસ્ટ કરવામાં આવી રહી છે અને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને લોકો અયોધ્યાના લોકોનો વાંક કાઢીને તેમના પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર લોકો અયોધ્યાની જનતાને ભાજપને ત્યાં સીટ ન મળવા બદલ સંભળાવી રહ્યા છે. X, Facebook, Instagram અને WhatsApp પરના યુઝર્સ ફૈઝાબાદ સંસદીય ક્ષેત્રના મતદારો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે જેઓ આ કારમી હાર માટે જવાબદાર છે. અયોધ્યાના લોકોને તેમના સંબંધીઓ અને મિત્રો દ્વારા ફોન કરીને પણ ઠપકો આપવામાં આવી રહ્યો છે.
અયોધ્યાના લોકોને જરાય શરમ નથી આવતી,ધિક્કાર છે તેમના પર
રામાનંદ સાગરની સિરિયલ રામાયણનો ડાયલોગ સૌથી વધુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં રામના રોલમાં અરુણ ગોવિલ સીતાજીને સમજાવી રહ્યા છે કે તમે જનતાને ઓળખતા નથી, જનતાથી વધુ સ્વાર્થી અને ક્રૂર કોઈ નથી. પ્રજા પોતાના સ્વાર્થ માટે રાજા પાસેથી તેના લોહીનું છેલ્લું ટીપું પણ માંગે છે, પરંતુ જ્યારે તેને રાજા માટે કંઈક બલિદાન આપવું પડે, ત્યારે તે મોઢું ફેરવી લે છે. આ ડાયલોગ સાથે ‘શરમ કરો,તમારા પર ધિક્કાર છે’ એવા ટેગ સાથે લોકો પોસ્ટને વાયરલ કરી રહ્યા છે. ઈતિહાસ સાક્ષી છે કે અયોધ્યાની જનતાએ હંમેશા સાચા રાજા સાથે દગો કર્યો છે.
અયોધ્યાવાસીઓને રાવણરાજની જરૂર લાગે છે, રામરાજની નહીં
ફેસબુક પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સનું પૂર આવ્યું છે, જેમાં મુખ્ય છે 'અયોધ્યામાં આટલો વિકાસ થયો હોવા છતાં ભાજપને સીટ ન મળી, લાગે છે કે અયોધ્યાને રામરાજની નહીં રાવણરાજની જરૂર છે'. આજે બધાને ખબર પડી કે 500 વર્ષ સુધી રામ મંદિર કેમ ન બની શક્યું. ‘અમે ભૂલી ગયા કે આ એ જ અયોધ્યાવાસીઓ છે જેમણે વનવાસમાંથી પાછા ફર્યા પછી સીતા માતા પર શંકા કરી હતી. ‘ત્રેતાયુગમાં અયોધ્યાના લોકો રામના નહોતા તો કળયુગમાં કેવી રીતે થઈ શકે? અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે 'રામાયણનું છેલ્લું જ્ઞાન એ છે કે રાજારામે લોકોને સંતુષ્ટ કરવા માટે ગમે તેટલી પીડા સહન કરી, પરંતુ લોકો ક્યારેય સંતુષ્ટ ન થયા, આજે પણ સ્થિતિ એવી જ છે'.
શ્રી હનુમત નિવાસ અયોધ્યાના આચાર્ય મિથિલેશનંદીનીશરણ મહંતે કહ્યું કે અયોધ્યાના પરિણામને લઈને ઘણી ટિપ્પણીઓ થઇ રહી છે. મને આ બધું યોગ્ય નથી લાગતું લોકશાહીમાં પરિણામો અનિશ્ચિત હોય છે. જે અયોધ્યા શ્રી રામના વનવાસથી હારી ન હતી, તે લોકસભાની હારથી પણ નહીં હારે. આ વૈકુંઠ છે. પણ હા, એટલું ચોક્કસ છે કે અયોધ્યાના વિકાસના માર્ગમાં અયોધ્યાની જનતા સમક્ષ જે પડકારો ઊભા થયા છે તેને અવગણવા એ ચિંતાનો વિષય છે. અયોધ્યા સંતો અને મહાપુરુષોનું કેન્દ્ર છે, તેમના મૌનનો પણ ઊંડો અર્થ હોય છે માટે તેમનું મૌન પણ સાંભળવું જોઈએ. રાષ્ટ્રના સર્વાંગી ઉત્થાન માટેની યાત્રાનો માર્ગ સરળ નથી.ઘણા પડકારોને પાર કર્યા પછી જ મોટા સંકલ્પો સિદ્ધ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech