જામનગરમાં યુવાનની હત્યાની કોશિષ: નગરસેવક અસલમ ખીલજી સહિત સાત સામે ગુન્હો દાખલ

  • September 16, 2023 12:07 PM 

માથાકુટ બાબતે ફોનમાં પૂછવાનું મનદુ:ખ કારણભૂત: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો: શહેરમાં ચકચાર


જામનગરની મહાપ્રભુજીની બેઠકથી રાધિકા સ્કૂલ વચ્ચેના વિસ્તારમાં ગઇકાલે એક પટ્ટણી યુવાન પર હથિયારો વડે હીચકારો હુમલો કરીને જીવલેણ ઇજા પહોંચાડવામાં આવતા યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, દરમ્યાનમાં આ બનાવ અંગે કોંગ્રેસના કોર્પોરેટર સહિત સાત શખ્સો સામે હત્યાનો પ્રયાસ, કાવત અને રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ આદરવામાં આવી છે.


જામનગરના સુભાષ શાક માર્કેટ મોચીસારના ઢાળીયા પાસે રહેતા અબુસુફીયાન રહેમાનભાઇ કુરેશી (ઉ.વ.ર3) નામનો યુવાન તેના શેઠ જુનેદ ચૌહાણ સાથે કપડાનો વેપાર કરવાનો કામ સંભાળતો હોય, દરમ્યાન કોંગી કોર્પોરેટર અસલમ ખીલજીને જુનેદ ચૌહાણ સાથે ઘણાં સમયથી રાજકીય મનદુ:ખ ચાલતું હોય, જેના કારણે ફરિયાદી સાથે બે મહિના પહેલા માથાકૂટ થઇ હોય, તેમજ જુનેદભાઇના પત્ની કશ્મીરાબેન સાથે અસલમને ચાર-પાંચ દિવસ પહેલા માથાકૂટ થઇ હતી, ત્યારે ફરિયાદી અબુસુફીયાન અસલમને ફોન કરી માથાકૂટ બાબતે પૂછ્યું હતું.


માથાકુટ બાબતે પૂછતા હોય ત્યારે અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી, આ મનદુ:ખના કારણે ફરિયાદી પાછળ અસલમ ખીલજી ગુનાહીત કાવત રચી તેના માણસો ફરિયાદી પાછળ રાખી કાવત રચ્યું હતું અને ગઇકાલે મહાપ્રભુજીની બેઠકથી રાધિકા સ્કૂલ વચ્ચેના રોડ પર ફરિયાદી તેના મિત્ર સાથે બહાર જતા હતા, ત્યારે કાવતરા મુખ્ય આરોપી અસલમના આ પૂર્વયોજીત કાવતરાના ભાગપે તેના સાગરીતોએ ફરિયાદી તથા સાહેદ મકદુમ ઇકબાલ સંઘવાન સ્કુટરમાં જતો હતો, તેનો પીછો કર્યો હતો.


આરોપીઓ અસલમ કાદર, આબતાબ વાઘેર ગની બસર તથા ગનીનો ભાણેજ-ભત્રીજો અને બે અજાણ્યા ઇસમોએ ફરિયાદી યુવાનનો પીછો કર્યો હતો અને તેના સ્કુટરને સાઇડમાંથી ઠોકર મારી નીચે પછાડી દઇ એક શખ્સે ફરિયાદીને પકડી રાખી અને બધા આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


આ વેળાએ આબતાબએ પોતાની પાસે રહેલી તલવારથી ફરિયાદીને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, તેમજ આરોપી અસલમ કાદર ગનીએ પાઇપના આડેધડ ઘા મારી હાથ અને બન્ને પગ, ઢાંકણીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી તેમજ બે અજાણ્યા શખ્સોએ આવીને માર માયર્નિી કોશિષ કરી ફરિયાદી યુવાન જીવ બચાવવા ભાગતા પીછો કરી આમ પૂવયોર્જીત ભાગપે ગેરકાયદે મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા હુલ્લડ કરી ફરિયાદી ઉપર ખૂની હુમલો કરી ખૂન કરવાની કોશિષ કરીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડીને નાસી છૂટ્યા હતા.


ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે અત્રેની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતાં સીટી એ ડીવીઝનની પોલીસ ટુકડી હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે પ્રાથમિક વિગતો જાણી હતી, દરમ્યાનમાં મોચીસારના ઢાળીયે રહેતા અબુસુફીયાન કુરેશી દ્વારા ઉપરોક્ત બનાવ અંગે સીટી એ ડીવીઝનમાં અસલમ કાદર શેખ, આબતાબ ઉર્ફે અપ્પુ વાઘેર, ગની બસર વાઘેર, ગની બસરનો ભાણેજ-ભત્રીજો, અસલમ કરીમ ખીલજી અને બે અજાણ્યા ઇસમો વિઘ્ધ આઇપીસી કલમ-307, 325, 323, 143, 147, 148, 149, ર79, 1ર0 (બી), જીપીએકટ 13પ (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદના આધારે સીટી એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, કોર્પોરેટર સહિતના સાત શખ્સો વિઘ્ધ જીવલેણ હુમલો, કાવત અંગેની ફર્યિાદ દાખલ થતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application