BREAKING NEWS

જામનગર : ડીફેન્સ કોલોની વિસ્તારમાં અંગ્રેજી દારૂનો જથ્થો સહિત ૧૧.૪૪ લાખનો મુદામાલ કબ્જે

  • December 15, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમરાં દારૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી ૬ લાખ ૩૯ હજારની કિંમત નો દારૂનો જથ્થો જપ્ત કરી એક શખ્સને પકડી લીધો છે જેમાં બેના નામ ખુલ્યા હતા કુલ ૧૧.૪૪ લાખનો મુખામાલ મળી આવ્યોછે. 


જામનગરમાં સીટી-સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એન.બી.ડાભી, પો.સબ.ઈન્સ. કે.એચ.ચાવડા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના યુવરાજસિંહ, મયુરસિંહ, યશપાલસિંહ, શીવભદ્રસિંહને સંયુકત બાતમી  મળેલ કે ડીફેન્સ કોલોની ,  વુલનમીલ પાછળ રાજહંશ બુકસ્ટોર પાસે રહેતો કાયાભાઇ કરશનભાઇ સાખરા નામનો ગઢવી શખ્સ સફેદ કલરની પીકઅપ ગાડી જી.જે.૧૦ ટીવાય ૦૩૮૪માં દારૂનો જથ્થો લઇને ઉભેલો છે.


 જે અંગેની ચોકકસ હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ બોટલો તથા ચપલા કુલ નંગ-૧૪૫૨ (કિ.૬,૩૯,૬૦૦)  તેમજ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦  તથા વાહન કિ.રૂ.૫,૦૦,૦૦૦  મળી કુલ ૧૧,૪૪,૬૦૦ ની કિંમત નો મુદામાલ કબજે કરી આરોપી કાયા શાખરાની અટકાયત કરી હતી.


આ બાબતે પુછપરછ કરતા જામનગરના જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઈ ખીચડા અને દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણીના નામ ખૂલવા પામ્યા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


આ ઉપરાંત શરૂ સેકશન રોડ કુકડા કેન્દ્ર નજીક આવાસ વીંગ-એમાં રહેતા ઇમ્તીયાઝ રશીદ લાખા તથા ધરારનગર ટાંકા પાસે રહેતા સંદીપ જાદવજી વડેશાને વિદેશી શરાબના ૧૩૫ ચપટા, મોબાઇલ મળી ૧૮૫૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જયારે હાપા ખારી વિસ્તારમાં રહેતા સોમશી જેસા વિરને ૩૦ લીટર આથો, ૧૫ લીટર દેશી દારૂ, ચાલુ ભઠ્ઠીના સાધનો સાથે પકડી લીધો હતો અને ખારી વિસ્તારમાં નારણ લખમણ વીરને ત્યાંથી ૧૦ લીટર દેશી દારૂ, ૩૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો સાથે પંચ-એ પોલીસે દબોચી લીધો હતો. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application