ઝારખંડ અને મહારાષ્ટ્રમાં દિવાળી બાદ યોજાશે વિધાનસભાની ચૂંટણી

  • September 27, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં સમગ્ર ટીમ અહીંની સ્થિતિની સમીક્ષા કરશે. આ પછી પંચ નક્કી કરશે કે આ બંને રાજ્યોમાં ચૂંટણી ક્યારે યોજવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દિવાળી પછી બંને રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મતગણતરી પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

8 ઓક્ટોબર પછી જાહેરાત થઈ શકે
પંચના સૂત્રોનું કહેવું છે કે જો કે તેનો અંતિમ નિર્ણય આયોગ પોતે જ લેશે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં 1 ઓક્ટોબરે અને હરિયાણામાં 5 ઓક્ટોબરે અંતિમ ત્રીજા તબક્કાના મતદાન બાદ આયોગ આ બંને રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરશે. 8મી ઓક્ટોબરે પરિણામ જાહેર થયા બાદ જાહેરાત થવાની શક્યતા વધુ છે.
ચૂંટણીની સમીક્ષા કરવા મહારાષ્ટ્ર જતાં પહેલાં પંચે 23 અને 24 સપ્ટેમ્બરે રાંચી જઈને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના આયોજનની સમીક્ષા કરી હતી. ઓક્ટોબર-નવેમ્બરમાં, વિવિધ રાજકીય પક્ષોએ દિવાળી, છઠ, દુગર્િ પૂજા અને રાજ્ય સ્થાપ્ના દિવસ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ દિવસોમાં મતદાનની તારીખો રાખવી જોઈએ નહીં. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પંચને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો સમય મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં નવેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બર વચ્ચે ચૂંટણી યોજાઈ શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થશે
સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડો. એસ. એસ. સંધુ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજવા માટેની તમામ શરતોની સમીક્ષા કરશે. અહીં મહારાષ્ટ્રના સીઈઓ, પોલીસ વડા અને સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ રાજકીય પક્ષો અને અન્ય લોકો સાથે વિગતવાર વાત કયર્િ બાદ જ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. અગાઉ 288 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણી હરિયાણા સાથે યોજાઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પહેલા પંચે અહીં ચૂંટણી કરાવવાની છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application