ચેન્નાઈથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. યાં એક દંપતિએ મોટું જોખમ લઈને ઘરે જ પોતાના બાળકને જન્મ આપવાનું આયોજન કયુ હતું. આશ્ચર્ય ત્યારે થયું યારે બાળકની ડિલિવરી માટે કોઈ ડોકટરની સલાહ લેવાને બદલે તેણે એક વોટસએપ ગ્રુપના સભ્યોની સલાહને અનુસરી. જે બાદ આ મામલો પ્રકાશમાં આવતાં હોબાળો મચી ગયો હતો.
ચેન્નાઈના કુન્દ્રાથુરમાં એક દંપતિએ એક વોટસએપ ગ્રુપની સલાહ બાદ ઘરમાં જ બાળકને જન્મ આપ્યો. એક અર્થમૂવર ડ્રાઇવર અને તેની પત્નીએ તાજેતરમાં કુન્દ્રાથુરમાં ઘરે તેમના બાળકને જન્મ આપ્યો. આ માટે ૧,૦૨૪ સભ્યો સાથે વોટસએપ ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ અને ફોટા દ્રારા ડિલિવરી કરવામાં આવી હતી. યારે આ કપલે પોતાના બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યેા ત્યારે લોકોનું ધ્યાન ગયું .જેના પગલે આરોગ્ય અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને ત્યારબાદ પોલીસે તપાસ શ કરી.
મનોહરન, તિવન્નામલાઈના ૩૬ વર્ષીય અર્થમૂવર ઓપરેટર અને તેમની પત્ની સુકન્યાને પહેલેથી જ બે દીકરીઓ છે. એક આઠ વર્ષની અને બીજી ચાર વર્ષની છે. જે કુન્દ્રાથુર પાસે નંદમ્બક્કમમાં ભાડાના મકાનમાં રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનોહરન 'હોમ બર્થ એકસપિરિયન્સ' નામના વ્હોટસએપ ગ્રુપનો ભાગ હતો, જેના પર દરરોજ જન્મ વિશેની સલાહ અને ફોટા પોસ્ટ કરવામાં આવતા હતા. યારે સુકન્યા તેના ત્રીજા બાળક સાથે ગર્ભવતી થઈ, ત્યારે તેણે તેની ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ તબીબી તપાસ ન કરાવવાનું નક્કી કયુ. ૧૭ નવેમ્બરના રોજ તેણીને ઘરે અચાનક પ્રસુતિ થઈ હતી. પોલીસે જણાવ્યું કે, મનોહરને તેને હોસ્પિટલ લઈ જવાને બદલે વોટસએપ ગ્રુપમાં મોકલેલી માહિતીના આધારે પોતે જ બાળકને જન્મ આપવાનું નક્કી કયુ.
બાળકના જન્મ પછી નોંધવામાં આવ્યો કેસ
બાળકના જન્મ પછી, વિસ્તારના જાહેર આરોગ્ય અધિકારીએ કુન્દ્રાથુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે મનોહરનની ક્રિયાઓ નિર્ધારિત તબીબી સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરે છે. ફરિયાદ બાદ, એક પોલીસ ટીમ મનોહરનને પૂછપરછ માટે લાવી તેના મોબાઇલ ફોનની તપાસ કરીને, અધિકારીઓએ એ જૂથમાં તેની સભ્યપદ શોધી કાઢી અને જાણવા મળ્યું કે જૂથની પ્રવૃત્તિઓમાં હોમ ડિલિવરી વિશે વિગતવાર ચર્ચાઓ સમેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech