કંપનીના સહ–સ્થાપક અને સીઓઈના જણાવ્યા અનુસાર ભારત સ્થિત રોબોટિકસ સ્ટાર્ટઅપ એડવર્બ પોતાનો હ્યુમનોઇડ રોબોટ વિકસાવી રહ્યું છે, જે ૨૦૨૫માં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. એડવર્બ ટેકનોલોજીસને મુકેશ અંબાણી દ્રારા ભંડોળ પૂં પાડવામાં આવે છે અને કંપની પહેલેથી જ રોબોટિકસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ચીન અને અમેરિકામાં હ્યુમનોઇડસ બનાવવાની રેસ ચાલી રહી છે અને હવે લાગે છે કે ભારત પણ આ રેસમાં કૂદવા માટે તૈયાર છે. એલોન મસ્કે તાજેતરમાં એક ઇવેન્ટમાં ટેસ્લા ઓપ્ટીમસ બતાવ્યું હતું, જે પ્રથમ નજરે ભવિષ્યવાદી રોબોટ જેવું લાગે છે.
એડવર્બ ટેકનોલોજીને એલટીડીના સહ–સ્થાપક અને સીઈઓ સંગીત કુમારે જણાવ્યું હતું કે કંપની આવતા વર્ષે તેનો પહેલો હ્યુમનોઇડ રોબોટ રજૂ કરશે. કંપનીનો હેતુ વૈશ્વિક બજારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે. ઘણી મોટી ચાઇનીઝ ટેક કંપનીઓએ આ ક્ષેત્રમાં પોતાનો પગ જમાવ્યો છે અને ટેસ્લા સહિતની કેટલીક અમેરિકન કંપનીઓએ હ્યુમનોઇડસ પણ વિશ્વ સમક્ષ રજૂ કરી છે.
એડવર્બનું હ્યુમનોઇડ ટેક કંપનીઓ અને એલોન મસ્કની ટેસ્લા, બોસ્ટન ડાયનેમિકસ, ફિગર એઆઈ, એજિલિટી રોબોટિકસ જેવી સ્ટાર્ટઅપ્સનો સામનો કરવા માટે પણ તૈયારી કરી રહ્યું છે. કુમારે આવનારી હ્યુમનોઇડની વિશેષતાઓ જાહેર કરી નથી અને ન તો તેના વિશે કોઈ અન્ય માહિતી આપી છે, પરંતુ ૨૦૨૪ લગભગ સમા થઈ ગયું છે અને અમે ૨૦૨૫ માં પ્રવેશ કરી રહ્યા છીએ, તેથી અમને ભવિષ્યમાં તેના વિશે વધુ જાણવાની આશા છે. મુકેશ અંબાણીએ એડવર્બમાં પણ મોટું રોકાણ કયુ છે. રિલાયન્સ અને એનવિડીયા એ ભારત અને સમગ્ર વિશ્વમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર પર કામ કરવા માટે હાથ મિલાવ્યા છે. મુંબઈમાં આયોજિત એનવીડીયા એઈ સમિટ ૨૦૨૪ માં, એનવિડીયા સીઈઓ જેન્સન હત્પઆગં અને મુકેશ અંબાણીએ એઆઈ અને તેના ભવિષ્ય પર લાંબી ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech