હનુમાનજીને સ્વામી સહજાનંદના દાસ દેખાડાતાં સાધુ–સંતોમાં ભારે આક્રોશ

  • August 31, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોટાદના સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટ્રભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સાધુને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનદં સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનદં સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળ દ્રારા બોટાદમાં જયારે સિહોરની સનાતન ધર્મ સમિતિ દ્રારા સિહોર પોલીસમાં નામજોગ અરજી આપી સાળંગપુરધામના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સહિતનાઓ સામે સખ્ત કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.વિવાદને લઈ બે દિવસ પૂર્વે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્રારા સાળંગપુરધામના  કોઠારી સ્વામી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. તો ગઈકાલે સિહોર સનાતન ધર્મ સમિતિ દ્રારા હનુમાનજીની પ્રતિમા નીચેના ચિત્રને લઈ સિહોર પોલીસને એક અરજી આપી સાળંગપુરના સ્વામીજી સહિતનાઓ સામે કાયદાકીય અને સખ્તપણે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

તો બીજી બાજુ થોડા માસ પૂર્વેજ સ્થાપિત કરવામાં આવેલી કષ્ટ્રભંજનદેવની વિરાટ પ્રતિમાની નીચેના જે ચિત્રને લઈ હાલ ઉભા થયેલા વિવાદને લઈ સાળંગપુર મંદિર ટ્રસ્ટ દ્રારા હાલ ઢાંકી વિવાદ સમાવવાનો પ્રયાસ કરાયો છે.મંદિર દ્રારા અત્યારે આ ચિત્રોને ઢાંકી દેવામાં આવ્યા છે.ત્યારે હવે આ વિવાદને લઈને હવે સાધુ–સંતો મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢના મહતં હરી આનદં બાપુએ આ પ્રકારના ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડા છે. હરી આનદં બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ પ્રકારના ચિત્ર અંગે સતં સમાજ આક્રોશમાં છે. સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઇએ. તો જૂનાગઢ દ્રેશ્વર આશ્રમના મહતં ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનદં થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.

'હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી'
બીજી તરફ આ વિવાદને લઈને બરવાળા લમણજી મંદિરના મહતં મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટનાને નિંદનીય છે. તેમ કહી આ પ્રકારની જે મૂર્તિઓ છે હટાવી લેવા બાપુએ કરી માંગ છે. તેઓએ કહ્યું કે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ આવા વિવાદમાં ન પડવું જોઈએ. વિવાદિત ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા તેઓએ જણાવ્યું છે.

નિંદાપાત્ર છે ચિત્રો હરી આનદં સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહતં હરી આનદં બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂકયા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

મોરારિબાપુએ કહ્યું– હું બોલ્યો ત્યારે કોઈએ મને સાથ ન આપ્યો
સાળંગપુર મંદિરનો વિવાદ હવે આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રામ કથાકાર મોરારીબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, હત્પં બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. મોરારીબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે.

પહેલા ભૂલો કરે અને પછી માફી માગે એ ન ચાલે: ઈન્દ્રભારતી બાપુ

ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી–દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુ:ખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application