છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં PMOના નામે ઓળખ બતાવી લોકો સાથે ઠગાઇ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક નકલી PMO ઓફિસર પકડાયો છે.વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી PMO ઓફિસરની ધરપકડ કરી છે. મયંક તિવારી PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપી રોફ જમાવતો હતો.
ઘટના કંઈક એવી છે કે વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી નામનો વ્યક્તિ PMO ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપી રહ્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લઇ આપવાની વાત કહી પૈસા પડાવતો હતો. અગાઉ થોડા સમય પહેલા ઝડપાયેલા નકલી PMO ઓફિસર કિરણ પટેલની ઘટના બાદ યુનિવર્સિટીના સંચાલકોને આ બાબતે શંકા ગઈ હતી. જેથી નકલી PMO ઓફિસર મયંક તિવારી વિશે પોલીસ સહિત ઉચ્ચસ્તરે જાણ કરાઈ હતી. લાંબા સમયથી મયંક તિવારી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMગરમ અને ઉકળાટ વાળા વાતાવરણમાં પણ આ નાનકડા છોડ ઘરને રાખે છે ઠંડુ અને ફ્રેશ
July 05, 2024 11:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech