BREAKING NEWS

30 જૂન સુધીમાં ખેડૂતોએ આ કામ ફરજિયાત કરવું પડશે, નહીંતર પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો આવતો બંધ થઈ જશે

  • May 22, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઇ-કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે.


હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઇ-કેવાયસી પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક ઈ-કેવાયસીની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે.


લાભાર્થીઓ નીચે મુજબની ત્રણ સરળ પદ્ધતિઓ પૈકી કોઇપણ રીતે સરળતાથી ઈ-કેવાયસી કરી શકશે 

૧. ફેસ ઓથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે.


૨. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અથવા "ઈ-ગ્રામ" કેન્દ્ર પર જઈને પણ ઈ-કેવાયસી કરાવી શકાશે.


૩. PM કિસાન મોબાઈલ એપ (સ્વયં): લાભાર્થી પોતે મોબાઈલ એપમાં 'બેનીફિસિયરી' તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે 
છે. આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય ૧૦૦ લાભાર્થીઓનું ઈ-કેવાયસી પણ કરી શકશે.


કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય, તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં ઈ-કેવાયસી કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News