BREAKING NEWS

જામનગરમાં ફલાય ઓવર ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો

  • November 25, 2025 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ફલાય ઓવરને ખુલ્લો મુકાયાના બીજા દિવસે એક સામાન્ય અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, બોલેરો અને બાઇક અથડાતા આ અકસ્માત થયો હતો, બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.


જામનગરમાં નવા ફ્લાય ઓવરનું હજુ ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. દરમિયાન પૂલ ચાલુ થયાના બીજા દિવસે એટલે કે આજે સવારે સાત રસ્તાથી જનતા ફાટકવાળા રોડ તરફના એલિવેટર વાળા માર્ગ પરથી નીચેની તરફ આવી રહેલા બોલેરો પીકઅપ વેનના ચાલકે નીચે ઉતરીને પીજીવીસીએલની કચેરીના ગેઇટ સામેથી આવી રહેલા એક બાઈક સવારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
​​​​​​​

બંને વાહનો અથડાયા હોવાથી ત્યાંથી પસાર થનારા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જો કે બાઈક ચાલકને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application