અમેરિકામાં ભારતીય વિધાર્થીએ ગેમ રમતી વખતે કરી આત્મહત્યા

  • April 20, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેસેચ્યુસેટસ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો ૨૦ વર્ષનો વિધાર્થી ૮ માર્ચે મૃત હાલતમાં મળી આવ્યો હતો. બ્રિસ્ટોલ કાઉન્ટીના ડિસ્ટિ્રકટ એટર્ની પ્રવકતા ગ્રેગ મિલિયોટે જણાવ્યું હતું કે આ કેસની તપાસ આત્મહત્યા તરીકે કરવામાં આવી રહી છે.અમેરિકામાં અભ્યાસ કરતા વધુ એક ભારતીય વિધાર્થીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના માર્ચ મહિનામાં બની હોવાનું કહેવાય છે... યારે પ્રથમ વર્ષના વિધાર્થીએ ગેમ રમતી વખતે આત્મહત્યા કરી હતી. એવી આશંકા છે કે આત્મહત્યાના આ મામલાની પાછળ 'બ્લુ વ્હેલ ચેલેન્જ' નામની ગેમ હોઈ શકે છે, જેનો ઘણા બાળકો શિકાર બન્યા છે. તેથી જ તેને 'સ્યુસાઈડ ગેમ' પણ કહેવામાં આવે છે.મેસેચ્યુસેટસ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો ૨૦ વર્ષનો વિધાર્થી ૮ માર્ચે મૃત હાલતમાં મળી આવ્યો હતો. બ્રિસ્ટોલ કાઉન્ટીના ડિસ્ટિ્રકટ એટર્ની પ્રવકતા ગ્રેગ મિલિયોટે જણાવ્યું હતું કે આ કેસની તપાસ આત્મહત્યા તરીકે કરવામાં આવી રહી છે. જોકે, શઆતમાં વિધાર્થીની હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. વિધાર્થીને લૂંટી લેવામાં આવ્યો અને પછી તેની હત્યા કરીને તેની લાશને જંગલમાં ફેંકી દેવામાં આવી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાર્થીએ બે મિનિટ સુધી તેનો શ્વાસ રોકી રાખ્યો હતો.પોલીસે હજુ સુધી વિધાર્થીના મોતના કારણની સત્તાવાર પુષ્ટ્રિ કરી નથી. પરંતુ તે બ્લુ વ્હેલ ચેલેન્જનો એંગલ હોવાની પણ શંકા છે. બ્લુ વ્હેલ ચેલેન્જ એક ઓનલાઈન ગેમ છે જેમાં ખેલાડીને કંઈક કરવાનો પડકાર આપવામાં આવે છે. આ રમતમાં ૫૦ સ્તરો છે, જે વધુને વધુ મુશ્કેલ બને છે. ભારત સરકાર વર્ષેા પહેલા બ્લુ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબધં મૂકવા માંગતી હતી, પરંતુ તેના બદલે વધુ એડવાઈઝરી જારી કરવાનું વિચાયુ. આઈટી મંત્રાલયે આ ગેમ લોન્ચ થયાના એક વર્ષ બાદ ૨૦૧૭માં જારી કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, બ્લુ વ્હેલ ગેમ આત્મહત્યા માટે ઉશ્કેરણી છે. તેથી તેનાથી દૂર રહો.યારે આ ગેમ સાથે સંબંધિત વિધાર્થીના મૃત્યુ વિશે ખાસ પૂછવામાં આવ્યું ત્યારે, મિલિયોટે કહ્યું, અમારી પાસે આનાથી સંબંધિત કોઈ માહિતી નથી. આ કેસની આત્મહત્યા તરીકે તપાસ કરવામાં આવી રહી છે. અમે અંતિમ રિપોર્ટની રાહ જોતા પહેલા તબીબી તપાસની રાહ જોઈશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application