કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે તેના ઉમેદવાર જાહેર કયર્િ છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શમર્નિે અમેઠીથી જાહેર કર્યા છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા હતા. આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે. જ્યારે કેએલ શર્મા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે.
કેએલ શમર્નિે સોનિયા ગાંધીની નજીક માનવામાં આવે છે. અત્યાર સુધી તેઓ રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. સાત તબક્કાની સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં અમેઠી અને રાયબરેલી બેઠકો પર 20 મેના રોજ મતદાન થશે. આ બંને બેઠકો પરંપરાગત રીતે ગાંધી-નેહરુ પરિવારના સભ્યો પાસે છે. પાર્ટીએ પહેલીવાર અમેઠીમાંથી બિન-ગાંધી પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતર્યા છે. અમેઠી અને રાયબરેલીમાં નોમિનેશનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ નામાંકન પ્રક્રિયામાં ભાગ લેવા રાયબરેલી પહોંચશે. અમેઠીથી બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે રાયબરેલીથી બીજેપીએ બીજી વખત દિનેશ પ્રતાપ સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિનેશ 2019ની ચૂંટણી હારી ગયા હતા. 2019માં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા.
2014 અને 2019માં અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. રાહુલે 2014માં જીત મેળવી હતી. જ્યારે 2019માં સ્મૃતિ ઈરાનીએ મોટો અપસેટ સર્જ્યો હતો અને પ્રથમ વખત જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસે અમેઠીમાં નવી યુક્તિ રમી છે અને તેના નજીકના સહયોગી કિશોરીલાલ શમર્નિે મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે.
રાહુલ ગાંધી 2004માં પહેલીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તે પછી, તેઓ ત્યાંથી 2019 સુધી સતત ત્રણ વખત સંસદના સભ્ય રહ્યા. રાહુલ હાલમાં કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે તેઓ વાયનાડથી પણ ચૂંટણી લડ્યા છે. ત્યાં બીજા તબક્કામાં મતદાન થઇ ચુક્યું છે.
પાર્ટીએ આ વખતે યુપીમાં રાહુલ ગાંધીની સીટ બદલી છે. ગાંધી પરિવારની બીજી પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી રાહુલ ગાંધીની નોમિનેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.2019ની ચૂંટણીમાં કોંગ્રેસ યુપીમાં એકમાત્ર સીટ જીતી શકી હતી તે હતી રાયબરેલી સીટ. સોનિયા ગાંધી આ બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. સોનિયા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી. તે રાજસ્થાનથી રાજ્યસભા પહોચ્યા છે. હકીકતમાં, સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. 1999માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તે પછી, 2004 માં, તેણીએ પ્રથમ વખત રાયબરેલીથી ચૂંટણી લડી અને જીત્યા. સોનિયા ગાંધી કુલ પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech