જન-જનની સેવા માટે સદાય સજજ - પ્રસિધ્ધિની આશા વગર ૧૦૧ વખત રકતદાન કરી માનવતાના કાર્યને મહેકાવતા જિલ્લા પંચાયત સદસ્ય કે. બી. ગાગીયા

  • February 08, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયારે માણસ સમાજ જીવનમાં હોય ત્યારે તેના સેવાકાર્યો જ તેની ઓળખ સમાન હોય છે. આવા જ એક યુવાન સેવાભાવી કાર્યકર મોડપર જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે યશસ્વી કામગીરી કરેલ તેવા કે. બી. ગાગીયા છેલ્લા ઘણા વર્ષો રકતદાન કેમ્પ, મેડીકલ કેમ્પ, કોરોનામાં મદદરૂપ થવું તેવા માનવતાના કાર્યો કરી રહેલ છે. 




તેમની આ સેવાઓ માત્ર આયોજન જ નહીં પણ પોતે તાજેતરમાં વ્યક્તિગત રીતે ૧૦૧ મી વખત રકતદાન કરી સમાજને એક અનેરો રાહ ચીંધેલ છે. હાલ જયારે જી. જી. હોસ્પિટલમાં રક્તની અછત વર્તાય છે ત્યારે રક્તદાન માટે એક દર્દીના સગાએ કે. બી. ગાગીયાનો સંપર્ક કરેલ અને સમયની ગંભિરતા ધ્યાને લઈ, નાની બાળકી માટે પોતે જાતે જ જી. જી. હોસ્પિટલ ખાતે જઈ ૧૦૧ મી વખત રક્તદાન કરેલ છે.


જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન કે. બી. ગાગીયાના આવા સેવાકાર્યો બદલ તેમના શુભેચ્છકો - મિત્રો તરફથી તેઓને અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application