ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપની લી. સામેપુરના કારણે થયેલ નુકશાની અંગેના વળતર વ્યાજ સાથે મંજુર

  • April 12, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોજે નવાગામ ગામે આવેલ શ્રી નવાગામ સેવાસહકારી મંડળી લી. જે ખેડુતોને પાક ધિરાણ તથા રાસાયણિક ખાતર વેંચાણનો ધંધો કરે છે અને મંડળી દ્વારા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપની લી.ની પોલીસી નં. ૪૭૭૮૧૫૭૬ થીપોલીસી તા. ૨૭-૧૧-૨૦૨૦ થી તા. ૨૬-૧૧-૨૦૨૧ સુધીની લીધેલ અનેજે અંગે રુા. ૬૧૯૫ વરાકર્ષિક પ્રિમીયમ ચુકવેલ, આમ ફરીયાદી ધી નવાગામ સેવા સહકારી મંડળી લી. તથા સામાવાળા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપનીલી. ગ્રાહક અને સર્વિસ પ્રોવાઇટરના સંબંધો અસ્તિત્વમાં આવેલ. તા.૧૩-૯-૨૦૨૧ના રોજ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ અને આદિવસે નવાગામમાં આશરેચાલીસ ઇંચ જેટલો વરસાદ થયેલ અને જેના કારણે પુર આવેલ અને નવાગામ સેવા સહકારી મંડળી લી.ના ગોડાઉનમાં ૨.૫ થી ૩ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયેલ અને ગોડાઉનમાં રહેલ રાસાયણિક ખાતર અનેઅન્ય ચીજવસ્તુઓ મળી રુા. ૫,૫૬,૩૧૫ પુરાનું નુકશાન થયેલ અને જે નુકશાની અંગેની જાણ સામાવાળા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપની લી.ના અધિકારીઓને કરતા અધિકારીઓ દ્વારા તા. ૧૫-૯-૨૦૨૧ના રોજ નુકશાનનો સર્વે કરેલ અને સામાવાળા વીમા કંપની દ્વારા ટેન્ડર બહારપાડેલ અને પલળેલ ખાતરનો જથ્થો વેંચાણ કરેલઅનેતેની રકમ માત્ર રુા. ૯૩,૯૧૨ ફરીયાદી મંડળીને તા.૩૦-૧૧-૨૦૨૧ ના રોજ ચેકથી આપેલ, પરંતુ સામાવાળા દ્વારા નુકશાન વળતરની પુરેપુરી ન ચુકવતા ફરીયાદી મંડળી દ્વારા વકીલ મારફત તા. ૭-૩-૨૦૨૨ના લીગલ નોટીસ આપેલ, જેનોટીસ સામાવાળાને બજી જવા છતાં કોઇ જવાબ આપેલ નહીં કે નુકશાનીની વળતરની રકમ ચુકવેલ નહીં જેથી નવાગામ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ દોસમામદ હાસમભાઇહાલાણી દ્વારા સામાવાળા વીમા કંપની ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપની. લી. સામે રુા. ૪,૬૨,૪૦૩ પુરના કારણે થયેલ નુકશાની અંગેના કલેઇમ મળવા અંગે જામનગરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ દાખલ કરેલ.
આ ફરીયાદ જામનગરના મે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ચાલી જતાં ફરીયાદી નવાગામ સેવા સહકારી મંડળી લી.ના વકીલ મૌખિક વિસ્તૃત દલીલો ઘ્યાને લઇજામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ફરીયાદી નવાગામ સેવા સહકારી મંડળી લી.ની ફરીયાદ મંજુર કરેલ અને સામાવાળા વીમા કંપની ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યો. કંપની લી. ને રુા. ૪,૦૩,૯૨૪.૮૭ પુરાની ફરીયાદની તા.૨૬-૫-૨૦૨૨થી વાર્ષિક ૭ ટકા વ્યાજસાથે ફરીયાદી મંડળીને ચુકવવાનો હુકમ કરેલ તથા માનસિક ત્રાસ અને આઘાત પેટેના રુા. ૧૦,૦૦૦ અંકે રુપિયા દસ હજાર પુરા ચુકવવાનો તથા ફરીયાદ ખર્ચના રુા. ૫૦૦૦ અંકે રુપિયા પુરા ચુકવવાનો ઐતિહાસિક હુકમ ફરમાવતી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ. આ કેસમાં ફરીયાદી તરફે વીકલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ.સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિ:હ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application