ખેતરમાં ભારતીય મજૂરના મૃત્યુ બાદ ઇટાલિયન જમીનમાલિકની ધરપકડ

  • July 03, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇટાલિયન પોલીસે ગતરોજ એક ખેતરના માલિકની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી હતી, કારણ કે તેના એક અનડોક્યુમેન્ટેડ ભારતીય કામદારનું ખેતરના સાધનોી હા કપાવાી મૃત્યુ યું હતું. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે જમીન માલિકે મજૂરને લોહીલુહાણ હાલતમાં છોડી દીધો હતો અને એમ્બ્યુલન્સ પણ ન બોલાવી આપી.


સતનામ સિંહના મૃત્યુી લોકોને આઘાત લાગ્યો છે અને યુનિયનો અને ખેત કામદારોએ વધુ સારી કામ કરવાની સ્િિતની માંગ સો વિરોધ શરૂ કર્યો છે. તેમણે ઇટાલીના કૃષિ ઉદ્યોગમાં કામ કરવા માટે ઓછા પગારવાળા માઈગ્રન્ટ કામદારોનો ઉપયોગ કરવાની શોષણકારી કેપોરાલેટો સિસ્ટમનો અંત લાવવા હાકલ કરી છે. સિંઘ જેવા કામદારોના ક્રૂર શોષણ અને ઇટાલીમાં મોસમી ખેત કામદારોની અમાનવીય પરિસ્િિતઓને ટાંકીને રાષ્ટ્રપતિ સેર્ગીયો મેટારેલાએ પણ આ મુદ્દા પર ધ્યાન આપ્યું છે. લેટીનામાં કારાબિનેરી પોલીસે ફાર્મના માલિક એન્ટોનેલ લોવાટોની ધરપકડ કરી, લેટીના ફરિયાદીઓના એક નિવેદનમાં જણાવાયું છે કે, ફોરેન્સિક દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સિંઘનું મૃત્યુ અતિશય લોહીની વહી જવાના કારણે યું છે. ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે જો તેને સમયસર તબીબી સંભાળ મળી હોત તો તે કદાચ બચી ગયો હોત.

​​​​​​​
ઇટાલિયન દૈનિક કોરીઅર ડેલા સેરાએ, ન્યાયાધીશ જિયુસેપ મોલ્ફેસ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ધરપકડ વોરંટને ટાંકીને જણાવ્યું હતું કે લોવાટો ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો જે નાયલોન-રેપિંગ મશીનને ખેંચી રહ્યું હતું, અને પછી લોહી લુહાણ સતનામ સિંહને તેના ઘરની બહાર જ છોડી દીધો હતો.  એક પાડોશીએ આખરે એમ્બ્યુલન્સ બોલાવી અને સતનામ સિંહને રોમની સાન કેમિલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application