રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહીત ૨૮ લોકો જીવતા ભૂંજાયાની કણ ઘટનામાં મૃત્યુ આકં વધ્યો છે, ગેમઝોનનો ભસ્મીભૂત થયેલો કાટમાળ જીસીબી સહિતના સાધનો વડે દૂર કર્યા બાદ એન.ડી.આર.એફ, ફાયર ની ટિમ દ્રારા સર્ચ હાથ ધરવામાં આવતા શરીરના બળેલા અવયવો મળી આવતા બે પોટલામાં વીંટી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફોરેન્સિક વિભાગ દ્રારા બે વ્યકિતના માનવ શરીરના અવયવો હોવાનું જણાવતા મૃત્યુ આકં ૩૦ થયો છે. પોલીસે વધુ બે અજાણ્યા વ્યકિતના મૃત્યુ અંગેની નોંધ કરી છે. મળેલા અવયવો ક્રી ના છે કે પુષના એ જાણવા સિવિલના ફોરેન્સિક વિભાગ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવના એક એન.આર.આઈ.કપલ અને તેની સાથેની યુવતિ લાપત્તા હોવાનું પણ જણાવતા બળેલા અવષેશો તેમના છે કે નહીં તે જાણવા તેના પરિવારજનોના ડીએનએ સેમ્પલ સિવિલ હોસ્પિટલ ખાતે લેવા આવશે અને સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા બાદ તેના રિપોર્ટ આવ્યે જાહેર થશે.
બનાવની રાત્રે ૨૮ મૃતદેહો સિવિલ હોસ્પિટલએ લવાયા હતા એ પૈકીના ૨૮ પરિવારજનોન ડીએનએ સેમ્પલ લઇ રાતો રાત ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા જેમાંથી ચાર ડીએનએ મૃતદેહ સાથે મેચ થતા તેનો રિપોર્ટ રાજકોટ પોલીસને મોકલવામાં આવ્યો છે અને પોલીસ દ્રારા જરી કાર્યવાહી પુરી કરી સિવિલના પોસ્ટ મોર્ટમ મથી ચાર મૃતદેહને તેમના સ્વજનને સોંપવામાં આવ્યા છે. જો કે પરિવારને મૃતદેહ નહીં પરંતુ રાખ થયેલા અવયવો જ નસીબ થતા ભારે કલ્પાંત સર્જાયો હતો.
ફાયબર સીટ,લાકડા–ટાયરના જથ્થાથી આગ વધુ વિકરાળ બની
ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડીંગના તણખલાથી આગ લાગી હતી. ત્યાં બાજુમાં જ મોટા પ્રમાણમાં ફાઇબરની સીટો પડી હોય તેમજ નજીકમાં જ લાકડાનો મોટો જથ્થો પણ પડો હતો. આ ઉપરાંત અહીં આસપાસ ટાયરનો મોટો જથ્થો પણ રાખવામાં આવ્યો હોય જેના લીધે અહીં લાગેલી આગે થોડી ક્ષણોમાં જ વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું. અને અહીં ટીઆરપી ગેમ ઝોનમાં રમતની મજા માણવા આવેલા બાળકોથી લઈને મોટેરાઓની જિંદગી હણી લીધી હતી.
ચાર હતભાગીઓના મૃતદેહ સોંપાયા
(૧) સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.૨૦– ગોંડલ)
(૨) સ્મિત વાળા (ઉ.વ.૨૨–ઉપલેટા)
(૩) જીજ્ઞેશ ગઢવી (ઉ.વ.૩૨–વીરપુર)
(૪) સુનિલભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૩૮–રાજકોટ)
ગેમ ઝોનના કમર્ચારીની અંતિમયાત્રા નીકળી
ટીઆરપી ગેમ ઝોનમાં મનોરંજન માટે આવેલા બાળકો તેના પરિવારજનો ઉપરાંત ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગમાં ભડથું થઇ ગયા હતા. જેમાં સુનિલભાઈ સિધ્ધપુરાનો ડીએનએ સેમ્પલ પરિવાર સાથે મેચ થતા આજે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અને તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા રામનાથ સ્મશાનએ અંતિમવિધિ માટે નીકળી હતી. સુનિલભાઈ ૧૫ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં કામે લાગ્યા હતા અને આગનો ભોગ બન્યા હતા.
૨૦ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીએ લાગેલા જીજ્ઞેશ ગઢવીને મોત મળ્યું
ગેમ ઝોનની આગમાં જે વ્યકિતઓઓ જીવતા ભૂંજાયા એમાં મૂળ વીરપુરના અને મહિના પહેલા જ પત્ની અને દશ વર્ષની પુત્રી સાથે રોજગારી માટે રાજકોટ આવેલા જીજ્ઞેશભાઈ ગઢવી ટીઆરપી ગેમ ઝોનમાં ૨૦ દિવસ પહેલા જ નોકરી પર લાગ્યા હતા. અંતિમ ફોનમાં તેમણે પત્ની સાથે વાત કરી રાત્રે પોતે ઘરે આવી જશે તેમ કહ્યું હતું પરંતુ આજે તેમનો મૃતદેહ પરિવારને મળ્યો હતો.
એનડીઆરએફની ટીમના સર્ચમાં માનવ અવશેષો મળ્યા
ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ અહીં તાકીદે આ મોતનો માચડા સમાન સ્ટ્રકચર દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્રારા ગુમ થયેલા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. અગ્નિકાંડના ઘટનાસ્થળેથી એનડીઆરએફના સર્ચ દરમિયાન માનવ અવશેષો સાથે જ અનેક વસ્તુઓ પણ મળી છે. જેમાં કોઈનું કડું,ઘડિયાળ, વીંટી સહિતની વસ્તુઓ હાથ લાગી છે. આ સાથે માનવ અવશેષો પણ મળી આવ્યા છે.જેમાં માસનો ટુકડો,હાડકા પણ મળી આવ્યા હતાં.
ક્રાઇમ બ્રાંચના દરવાજા બંધ આરોપીઓને પ્રોટેકશન?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે અગ્નિકાંડની ઘટના બન્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૬ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઇ ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીઓની અટકાયત કરી છે. અગ્નિકાંડની આ ઘટનાથી શહેરભરમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે આજરોજ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા અહીં દરવાજા બધં કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં ગોઠવી દેવામાં આવ્યો છે.ત્યારે પોલીસ દ્રારા અીકાંડના ઘટનાના આરોપીએને ફલ પ્રોટેકશન આપવામાં આવી રહ્યું છે કે કેમ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ફાયર સેટીના નવા નકોર સાધનો ઘણું કહી જાય છે
ગેમ ઝોનમાં ફાયર સેફિટના નવા નકોર સાધનો મળી આવ્યા હતાં.જે સાધનોનું હજુ ઇન્ટોલેશન પણ થયું ન હતું.આ સાધનો પર ૨૪ ૫ ૨૦૨૪ ની તારીખ જોવા મળી હતી. જે બાબત પરથી એવી પણ શંકા જાગી રહી છે કે, આ સાધનો અગાઉથી જ અહીં રાખવામાં આવ્યા હતા કે આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી સ્થિતિ સર્જાય છે. આ તમામ બાબતો ગેમ ઝોનના સંચાલકોની જીવલેણ બેદરકારીની ચાડી ખાઈ રહી છે
ગેમઝોનમાં જવલનશીલ પ્રવાહી– કેમિકલનો મોટો જથ્થો રાખ્યો હતો
ટીઆરપી ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં જવલનશીલ ઈંઘણનો જથ્થો રાખવામાં આવ્યા હતો.ગેમઝોનમાં રેસીંગ કાર માટે આગળ પાંચ–પાંચ લીટરના પેટ્રોલના કેન રાખ્યા હોવાનું માલુમ પડયું હતું.એટલું જ નહીં ૨૫૦૦ લિટર જેટલા ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.આગ લાગી ત્યાં અડીને આવેલા મમાં કેમિકલનો મોટો જથ્થો મળ્યો છે. ઇથાઇલ એસિટેટ નામનું સોલ્વન્ટ પ્રકારનું કેમિકલ મળી આવ્યું છે. સેંકડો લીટર સોલ્વન્ટ ભરેલા ૮ બેરલ મળ્યા છે. મમાં રંગરોગાન ચાલી રહ્યું હતું. રંગરોગાન અને અન્ય કલાકૃતિઓ બનાવવાનું કામ ચાલતું હતું. કેમિકલ ઉપરાંત તુરતં આગળ પકડી લે એવા ફોમ, રેગઝીન સહિતના મટિરિયલનો પણ મોટો જથ્થો મળ્યો છે. કાર ઝોનમાં ફરતે એક હજારથી વધુ ટાયરનો જથ્થો હતો.
ફાયર સેટીના નવા નકોર સાધનો ઘણું કહી જાય છે
ગેમ ઝોનમાં ફાયર સેફિટના નવા નકોર સાધનો મળી આવ્યા હતાં.જે સાધનોનું હજુ ઇન્ટોલેશન પણ થયું ન હતું.આ સાધનો પર ૨૪ ૫ ૨૦૨૪ ની તારીખ જોવા મળી હતી. જે બાબત પરથી એવી પણ શંકા જાગી રહી છે કે, આ સાધનો અગાઉથી જ અહીં રાખવામાં આવ્યા હતા કે આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી સ્થિતિ સર્જાય છે. આ તમામ બાબતો ગેમ ઝોનના સંચાલકોની જીવલેણ બેદરકારીની ચાડી ખાઈ રહી છે
ગેમઝોનમાં મીસિંગ અને મળેલા હતભાગીઓ
૦૧ – નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (૨૩ )
૦૨ – પ્રકાશભાઈ નગીનદાસ પંચાલ (ગોંડલ)
૦૩ – વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (૪૪)
૦૪ – ધરમરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (૧૫)
૦૫ – દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (૧૫ )
૦૬ – સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (૪૫)
૦૭ – ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (૩૫)
૦૮ – અક્ષત કિશોરભાઈ ઢોલરીયા (૨૪)
૦૯ – ખ્યાતિબેન સાવલિયા (૨૦)
૧૦ – હારિતબેન સાવલિયા (૨૪)
૧૧ – વિશ્વરાજસિંહ જાડેજા (૨૩)
૧૨ – કલ્પેશભાઈ બગડા
૧૩ – સુરપાલસિંહ અનિદ્ધસિંહ જાડેજા
૧૪ – નીરવ રસિકભાઈ વેકરીયા (૨૦)
૧૫ – સત્યપાલસિંહ જાડેજા (૧૭)
૧૬ – શત્રુધ્નસિંહ ચુડાસમા (૧૭)
૧૭ – જયતં ગોચા
૧૮ – સુરપાલસિંહ જાડેજા
૧૯ – નમનજીતસિંહ જાડેજા
૨૦ – મિતેશ બાબુભાઇ જાદવ (૨૫)
૨૧ – ઓમદેવસિંહ ચુડાસમા (૩૫)
૨૨ – વિરેન્દ્ર સિંહ
૨૩ – કાથાર આશાબેન ચંદુભાઈ (૧૮)
૨૪ – રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (૧૨)
૨૫ – રમેશકુમાર નસ્તારામ
૨૬ – સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
૨૭ – મોનુ કેશવ ગૌર (૧૭)
સિવિલના પીએમ રૂમ પાસે પોલીસે ચકલું ન ફરકે એમ બેરિકેડ લગાવ્યા
ટીઆરપી ગેમ ઝોનમાં ખુલ્લી છૂટ આપી કયારેય ચેકીંગ કરવાની તસ્દી નહતી લીધી, જે ગેમ ઝોનમાં દરરોજ ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ અપાતો હતો અને અફડા તફડી સર્જાતી હતી ત્યારે પોલીસ તંત્રએ ચેકિંગની તસ્દી પણ લીધી નહતી અને હવે પોલીસને ડહાપણ આવ્યું છે, સિવિલ હોસ્પિટલના પીએમ મ પાસે ચકલું પણ ન ફરકે એ રીતે સડ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે કોઈ ટોળા પણ ન હોવા છતાં બેરિકેડ લગાવાતા લોકો પણ ટોણો મારી રહ્યા છે કે, જો આટલી જ વ્યવસ્થાની ચિંતા હોત તો આજે સિવિલમાં બેરિકેડ લગાવવાની જરૂર ન પડી હોત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech