રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં નર્સરીમાં પ્રવેશ માટેના ફોર્મનું આગામી તા.૨૫ એપ્રિલથી વિતરણ શરૂ કરાશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારાએ જણાવ્યું હતું કે (૧) રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસાયટી, સાધુ વાસવાણી માર્ગ, (૨) ડો. હોમિ જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દૂધસાગર માર્ગ, (૩) કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, ૩/૯ ગાયત્રીનગર, બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ આગામી તા.૨૫-૪-૨૦૨૫ ને શુક્રવારથી તા.૫-૫-૨૦૨૫ ને સોમવાર સુધી જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સવારના ૮-૦૦ થી બપોરે. ૧-૦૦ દરમ્યાન ઉકત તમામ સરનામે દર્શાવામાં આવેલ શાળામાંથી મેળવવાના રહેશે. તેમજ તા.૫-૫-૨૦૨૫ ને સોમવાર સુધીમા ભરી પરત ત્યાં જ જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઈઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવવાની રહેશે. જે બાળકની જન્મ તારીખ ૧-૬-૨૦૨૧ થી ૩૧-૫-૨૦૨૨ સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech