રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે દર સપ્તાહના બુધવારે યોજાતું અપીલ બોર્ડ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓની વ્યસ્તતાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. અલબત્ત આગામી બુધવારે પણ બોર્ડ યોજાશે કે કેમ તે અંગે હજુ અવઢવ છે.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્રના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રધાનમંત્રી મોદીના હસ્તે આગામી તા.25મીએ રાજકોટમાં કુલ રૂ.1100 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્મિત 250 બેડની હોસ્પિટલ સાથેની એઇમ્સ, 100 કરોડના ખર્ચે નિર્મિત 11 માળની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ.136 કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવર સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ થનાર છે ત્યારે લોકાર્પણ સમારોહ પૂર્વેની તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત બનતા ગઇકાલે બુધવારે અપીલ બોર્ડ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
અંતિમ ઘડીએ બોર્ડ મુલતવી રહેતા અનેક વકીલો અને અરજદારોને ધક્કો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ આગામી અઠવાડિયે પણ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ ચાલવાની છે ત્યારે આગામી બોર્ડને પણ અધિકારીઓની વ્યસ્તતા અસર કરે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMકોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે આતંક મચાવનાર શખસે ફરી હોટલમાં તોડફોડ કરી
December 24, 2024 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech