૧૫૦ ફુટ રિંગરોડ પર આવેલ ઓમ પેટ્રોલપંપ પર ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ પુરાવી નામચીન શખસે પૈસા આપવાનો ઇનકાર કરી દઇ ગાળો ભાંડી ફીલરમેનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અક્રમ દાઉદાણીએ ધમકી આપી હતી કે, માર પર પચ્ચીશ ગુના છે વધુ એક ગુનો નોંધાશે તો કોઇ ફરક નહીં પડે તેવી કહી પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી આપી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા મનોજભાઈ ભીખાભાઈ તન્ના (ઉ.વ. ૩૧) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરોપી અક્રમ દાઉદાણી અને તેની સાથે આવેલા દિવ્યાંગ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બે માસ પહેલા જેની તારીખ મને યાદ નથી રાત્રીના અગીયાર વાગ્યે હું મારા પેટ્રોલપંપ ખાતે ફિલરમેન તરીકે ફરજ પર હાજર થયેલ જ્યા મારી સાથે પેટ્રોલ વિભાગમાં સુભમ ત્રિવેદી તથા વિવેક રાઠોડ કે જે સી.એન.જી. વિભાગમાં મારી સાથે ફરજ પર હાજર હતો. તે દરમિયાન રાત્રીના કલાક ૦૨/૧૭ વાગ્યે બે શખસો પોતાનું સ્ફુટર લઇ જેમાં એક બાઈકનુ પેટ્રોલ ખાલી થઇ ગયુ હોય જેમાં એક શખસ પોતાની ઓળખ અક્રમ દાઉદાણી તરીકે આપી સુભમ ત્રિવેદી પાસે આવી ૧૦૦ રૂપિયાનુ પેટ્રોલ નાખી દે જેથી સુભમે પેટ્રોલ પુરી આપ્યું હતું.
સુભમને નામ સરનામું પુછી ગાળો દેવા લાગ્યો
જે બાદ સુભમને નામ સરનામું પુછી ગાળો દેવા લાગેલ જેથી વિવેક રાઠોડ આ અક્રમભાઇ નામના શખસને ગાળો બોલવાની ના પાડતા આ અક્રમભાઈ તેમજ તેની સાથે આવેલ એક અજાણ્યો ઇસમ જે દિવ્યાંગ હોય તે બંન્નેએ આ વિવેકને ઢીકાપાટુનો મારમારી અક્રમે તેની પાસે રહેલ એક્સેસ જેવા સ્કૂટરની ડેકીમાંથી છરી કાઢી સુભમ તેમજ વિવેકને બતાવવા લાગેલ અને આટલી જ વાર લાગે તેમ કહી ગાળો હોય તે દરમિયાન ફરિયાદી આવી જતા આ અક્રમ તેમજ તેની સાથે આવેલ વ્યકતિને ઝઘડો ન કરો તેમ સમજાવતા આ અક્રમે મારી ઉપર પચ્ચીસ ગુન્હા નોંધાયેલ છે. જેમાં એક ગુન્હો નોંધાય તો મને ફેર નહી પડે તેમ કહી પેટ્રોલપંપ સળગાવી દઇશ મને જાનથી મારી નાખવાની ધમકી આપી બંન્ને સ્કૂટર લઇ નાશી ગયા હતાં. વિવેકને શરીરે મૂંઢ દુખાવો થતો હોય મે ૧૦૮ ને ફોન કરી ૧૦૮ ને બોલાવી વિવેકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.
આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. આ ગુનામાં સામેલ અક્રમ અગાઉ પણ મારામારીમાં સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિગ્જામ સર્કલ પાસે કાર ધડાકાભેર વીજ પોલ સાથે ટકરાઈ
June 05, 2025 11:35 AMજામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી
June 05, 2025 11:32 AMઅનુરાગની મેટ્રો ઇન દિનોમાં કંડારાયો બદલાતી પ્રેમકથાઓનો શણગાર
June 05, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech