દિગ્જામ સર્કલ પાસે કાર ધડાકાભેર વીજ પોલ સાથે ટકરાઈ

  • June 05, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં દિગજામ સર્કલ પાસે ગઇકાલે બપોરે બ્રિજ ઉપરથી ઉતરીને ઓવર સ્પીડમાં આવી રહેલી એક કાર માર્ગની વચ્ચે લગાવવામાં આવેલા ડીવાઇડર સાથેના એક વીજપોલ અને સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને ધડાકાભેર કાર પલ્ટી ગઈ હતી.
​​​​​​​

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, કાર ચાલકનો બચાવ થયો હતો. જે કારમાંથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો હતો. પરંતુ કારનું એક સાઇડનું પડખું ચિરાઈ ગયું હતું. ઉપરાંત સ્ટ્રીટ લાઈટના પોલ અને સીસીટીવી કેમેરાના પોલ ને નુકસાની થઈ હતી, અને પોલ બેવડા વળી ગયા હતા આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application