ગોંડલમાં આવેલી એક હાઇસ્કૂલના વાલીઓના ગ્રુપમાં કોઇ શખસે બીભત્સ ફોટાઓ અપલોડ કરી દેતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. વાલીઓએ શાળાનું ધ્યાન દોર્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ગોંડલ સિટી પોલીસે તપાસ કરી આ ફોટો મૂકનાર સુરેન્દ્રનગરના શખસને ઝડપી લીધો હતો. આ શખસ વાલી તરીકે જ ગ્રુપમાં જોડાયો હતો. અજાણતા તેણે ફોટા શેર કરી દીધા હોવાનું રટણ કર્યું હતું.
9904833303 નંબર પરથી બિભત્સ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા
ગોંડલની શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટની પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓના વાલીઓ માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. 30 મે, 2024ના રોજ આ ગ્રુપમાં 9904833303 નંબર પરથી બિભત્સ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. આ મામલે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 294(2)એ અને આઇટી એક્ટની કલમ-67 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
તપાસ શરૂ કરવામાં આવી હતી
બનાવને લઇ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.આર. ગોહિલ તથા ટીમે આ અંગે તપાસ હાથ ધરી ગ્રુપમાં બીભત્સ ફોટો મુકનાર સમીર કાદરભાઇ આરબ(ઉ.વ ૩૭ રહે. કૃષ્ણનગર બાપાસીતારામ મઢુલી પાસે સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો.
ભૂલથી ટચ થતાં ફોટા અજાણતાં શેર થઈ ગયા હતા
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વાલી તરીકે ગ્રુપમાં જોડાયેલા હતો તેણે પૂછપરછમાં કહ્યું કે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન પર ભૂલથી ટચ થતાં ફોટા અજાણતાં શેર થઈ ગયા હતા. ફોટો મૂકનાર આ શખસને શોધી કાઢવાની કામગીરીમાં પીઆઇની રાહબરી હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા, હેડ.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, મહાવીરભાઇ બોરીચા, સુનીલભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભાવેશભાઇ સાસીયા, હરેશભાઇ લુણી, અને જયસુખભાઇ સોરીયા સહિતના સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech