આદિત્યાણાની દાદર સીમ અને ધરસન ગામના ચોરેથી દસ જુગારીઓ ઝડપાયા હતા જેમાં ૨૬ વર્ષના યુવાનથી માંડીને ૮૦ વર્ષના બાપા પણ પત્તા ટીંચતા હતા. પોલીસે અડધા લાખની રોકડ કબ્જે કરી છે.
આદિત્યાણાની સીમમાં દરોડો
આદિત્યાણાની દાદર સીમમાં શિવ હોટલ પાછળ વનરાજ રાજા ખુંટીની વાડીએ જતા રસ્તે કેટલાક ઇસમો સાંજના સમયે જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં વનરાજ રાજા ખુંટી ઉપરાંત પોરબંદરના મીલપરા શેરી નં-૭માં રહેતો વૈદે ઉર્ફે વિજય રાણા ખુંટી જી.આઇ.ડી.સી. રેસીડેન્ટમાં બ્લોકના કારખાના સામે રહેતો પરબત રણમલ મોઢવાડીયા, આદિત્યાણાની દાદર સીમમાં રહેતો કેશવ રાણા ઓડેદરાને પોલીસે ૩૮૦૭૦ની રોકડ સાથે પત્તા ટીંચતા પકડી લીધા હતા જ્યારે ખાપટ-આદિત્યાણા રોડ પર નાગદેવતાના મંદિર સામે રહેતા વિરમભાઇ રાજાભાઇ બોખીરીયા ઉ.વ. ૮૦ સીનીયર સીટીઝન હોવાથી તેઓ જુગાર રમતા હતા માટે નોટીસ આપીને રાણાવાવ પોલીસમથક ખાતે હાજર થવા સમજ કરી હતી.
ધરસન ગામના ચોરા પાસે દરોડો
ધરસન ગામના ચોરા પાસે બપોરે સવા બે વાગ્યે જાહેરમાં જુગાર રમી રહેલા અને એ જ ગામમાં રહેતા લાખા કરશન મૈયારીયા, અણ જગદીશ લુવા, લીલા માલદે ઓડેદરા, સુખદેવ જીવા ઓડેદરા અને કેશુ પોલા ઓડેદરાને ૧૨,૭૫૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ એરેસ્ટનો બીજો બનાવ :રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹56 લાખ પડાવ્યા
November 08, 2024 02:15 PMપોરબંદર જિલ્લામાં શિયાળાના પગરવ
November 08, 2024 01:27 PMજામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી
November 08, 2024 01:26 PMસોની વેપારીના અપહરણ - ખંડણીના ગુન્હામાં પાંચ ઇસમો ઝબ્બે
November 08, 2024 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech