જામનગરમાં ગ્રેઈન માર્કેટ ટી.જી.ચેમ્બર્સમાં ઓફીસ ધરાવી નાણા-ધિરાણનું કામકાજ કરતાં હોય વાહન પર લોન આપતા હોય સદરહું કામના આરોપીએ પોતાની રીક્ષા પર ફરીયાદીની પેઢી ધાર્મી એન્ટરપ્રાઈઝમાંથી રૂા.૧,૫૦,૦૦૦ ની નિયમ મુજબ લોન મેળવેલ અને સદરહું વાહન પર હાઈપોથીકેશન કરાવેલ. ત્યારબાદ સદરહું કામના આરોપી લોનના નિયમ મુજબના હપ્તા ભરતા ન હોય અને હપ્તાની રકમ ચડી જતા આરોપી દ્વારા ચડેલ લોનની રકમ સંપૂર્ણ ભરપાઈ કરવા માટે ધાર્મી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર કૌશલ રામચંદ્ર પાબારીને પોતાના ખાતાના ચેકો આપેલ જે ચેક ફરીયાદી દ્વારા બેંકમાં રજુ કરતાં આરોપીઓ આપેલા ચેકો બાઉન્સ થતાં ફરીયાદી ધ્વારા લીગલ નોટીસ આપી નેગો.ઈન્સ્ટ્રુ.એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરેલ જે ફરીયાદના કામે આરોપીને કોર્ટનો સમન્સ મળતા સદરહું કામે હાજર થયેલ અને કોર્ટ દ્વારા સદરહું કેસ ચાલી જતા ફરીયાદીની જુબાની તથા ફરીયાદ પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ આ કામના આરોપી હાસમભાઈ દાઉદભાઈ બારૈયા એક વર્ષની સાદી કેદ, તથા ચેક મુજબની રકમ રૂા.૧,૪૫,૦૦૦ નો દંડ કરી ફરીયાદીને ચુકવવાનો આદેશ જામનગરના એડી.ચીફ જયુડી.મેજી. બી.આર.દવે દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
સદરહું કેસમાં ફરીયાદી તરફે જામનગરના એડવોકેટ અનિલ જી.મહેતા તથા તેની ટીમના એડવોકેટ અર્જુનસિંહ સોઢા, આસી. ભરતભાઈ એ.વસરા રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોરી અને મારામારી સહિતના ૩૧ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત મેહુલ ઉર્ફે ભુરીને પાસા
February 13, 2025 03:32 PMમેયરે ૩૪૦૦ કિમી કાર દોડાવી; રૂા.૩૪૬૮૦નું બિલ તૈયાર
February 13, 2025 03:30 PMવર્ષો સુધી દુષ્કર્મ આચરી સગી પુત્રીને ગર્ભ રાખી દેનારા નરાધમને જીવે ત્યાં સુધીની કેદ
February 13, 2025 03:26 PMરેસકોર્સ સ્ટેડિયમ ક્રિકેટ સિવાયના હેતુઓ માટે ભાડે આપવાનો નિર્ણય રદ કરો: વિપક્ષ મેદાને
February 13, 2025 03:25 PMઆઠ દસ્તાવેજ રિવિઝનમાં લઇ નોટિસ ફટકારતા કલેકટર
February 13, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech