જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરીને વિડિયો ઉતારી ધમકી દેવાના ચકચારી કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા સ્પે. પોકસો કોર્ટે ફટકારી છે અને ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ ૧૭ વાળીને આ કામના આરોપી વસીમ ઈસ્માઈલભાઈ દરજાદા ઉંમર વર્ષ ૨૪ રહેવાસી દિગ્વિજય પ્લોટ ૩૩ પવન ચક્કી જામનગર વાળાએ તે ભોગ બનનારની બાજુમાં જ રહેતો હોય જેને ૨૦૨૦ની સાલમાં તારીખ ૧૦ /૬/ ૨૦ પહેલાના પાંચક માસ પહેલા ભોગ બનનારના માતા પિતા રાજકોટ ગયેલ હોય અને ભોગ બનનાર ઘરે એકલી હતી અને ઉપરના રૂમમાં હતી ત્યારે આ કામનો આરોપી અગાસીમાંથી ભોગ બનનારાના રૂમમાં આવેલ અને છરી બતાવી ધમકી આપી તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી લીધેલ અને કહેલ કે આ વાત કોઈને કહીશ તો તને મારી નાખીશ.
તેમ કહી જતો રહેલ જે બીકના માર્યા ભોગ બનનારે આ વાત કોઈને કરેલ નહીં બાદ ભોગ બનનાર જ્યારે બહાર જતી ત્યારે તેની પાછળ જઈ ભોગ બનનારને હેરાન પરેશાન કરતો અને ભોગ બનનારના બળાત્કાર કરેલ તે વખતના નગ્ન ફોટા પોતાની પાસે હોય તે ભોગ બનનારે આપી દેવા આજીજી કરેલ તો આરોપીએ ભોગ બનનારને હોટલ રિવેરામાં બોલાવે અને ભોગ બનનાર હોટલમાં ગયેલ તો ભોગ બનનારને ત્યાં પણ ભોગ બનનારની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલ અને તેના વિડીયો ઉતારે અને ધમકી આપી ભોગ બનનારને અલગ અલગ ત્રણેક વખત બોલાવેલ અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો હોય બાદ ભોગ બનનારના માતા પિતા રાજકોટથી જામનગર આવેલ ત્યારે ઉપરોક્ત તમામ વાત તેના પિતાને કરતા ભોગ બનનાર ના પિતાએ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ ૨ એન,૩૫૪ ક, ૫૦૬ ૨,૧૧૪ તથા પોક્સો કલમ ૪ ૬ ૮ મુજબની ફરિયાદ કરેલ હતી.
જે કેશ સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસ નંબર ૨૯/ ૨૦ થી આર. પી.મોગેરાની કોર્ટમાં ચાલી જતા જેમાં સરકાર તરફે ૨૦ જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરે તેમજ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આ કામના આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો કલમ ચારમાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦૦૦૦ દંડ અને દંડ ન ભરે તો બે વર્ષની સજા તથા પોક્સો કલમ છ મા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૫૦૦૦ દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા તથા પોકસો કલમ આઠમા ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૨૦૦૦ દંડ અને દંડ ન ભરે તો છ માસની વધુ સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા તેવો હુકમ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ આર.પી મોગેરાએ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતા