પોરબંદરમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો શરતી જામીન ઉપર થયો છૂટકારો

  • October 05, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં દા‚ના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો શરતી જામીન ઉપર છૂટકારો થયો છે.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા તા: ૧૪.૯.૨૦૨૪ ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.આર.સીસોદીયા દ્વારા ફરીયાદ નોંધાવી જણાવેલ કે,તેઓ પેરોલ ફર્લો સ્કોર્ડ તરીકે ફરજ બજાવે છે અને તેઓ તેઓના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કે.કે.નગર સરકારી આવાસ રસ્તા ઉપર સફેદ કલરનો બોલેરો શંકાસ્પદ હોય, તેને રોકેલ અને તે બોલેરોમાં ભારતીય બનાવટના વિદેશીદા‚ની બોટલો મળી આવેલ, જે મુદ્દામાલ પંચો ‚બ‚ કબ્જે કરતાં કુલ મળી ‚.૮,૪૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે જાહેરમાં દા‚ના જથ્થા સાથે મળી આવી અને જેથી તેઓએ ધોરણસરની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી આરોપી તથા બોલેરો ગાડીને અટક કરેલ હતા અને આરોપી લાખભાઈ જીવાભાઈ મા‚ને સ્થળ પર જ અટક કરવામાં આવેલા હતા, ત્યારબાદ કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા અને આમ આ કામે જંગી દા‚ના જથ્થા સાથે આરોપી મળી આવેલ હોય,તેઓની જામીન અરજી નીચેની અદાલત દ્વારા રદ્દ કરવામાં આવતાં આરોપીના વકીલ દ્વારા લાખાભાઈ જીવાભાઈ મા‚ની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરતા સરકાર દ્વારા વિધ્વાન એ.પી.સી. દ્વારા વાંધો નોંધાવી જણાવેલ કે,જાહેરમાંથી મળી આવેલ છે અને તેઓને રેડ હેંડેટ અટક કરવામાં આવેલ છે અને તે રીતે તેઓની જામીન અરજી રદ કરવા દલીલો કરેલી, ત્યારબાદ સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે, બેઈલ ઈસ રૂલ એન્ડ જેલ ઈસ એકસેપ્શના સિધ્ધાંતને ધ્યાને લઈ તેમજ પર્સનલ લીબર્ટી ગેરેંટી અન્ડર આર્ટીકલ-૨૧ ઓફ ધી કોન્સ્ટીટયુશન ધ્યાને લઈ તેમજ  ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને પણ રીફર કરેલા અને કોર્ટ ફરમાવશે તેવા જામીન તથા જે કાંઈ શરતો ફરમાવશે તેનું ચુસ્તપણે પાલન કરવાની તૈયારી બતાવી જામીન મુકત થવા અરજ કરેલી હતી. તે તમામ ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે આરોપી લાખાભાઈ જીવાભાઈ મા‚ને ‚.૮,૪૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે જંગી દા‚ના જથ્થાના ગુન્હામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ તે ગુન્હામાં તા. ૩૦.૯.૨૦૨૪ ના રોજ જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આમ, હાઈકોર્ટમાં આરોપીને જંગી દા‚ના જથ્થાના ગુન્હાના કામે જામીન અરજી દાખલ થયાના દિન-૮ ના સમયગાળા દરમ્યાન જામીન મુકત થયાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા, પંકજ બી. પરમાર તથા રીનાબેન ખુંટી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application