થોરાળામાં ઝડપાયેલા ૬.૭૭ લાખ રૂા.ના દારૂમાં ફરાર આરોપી ઝડપાયો

  • May 23, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોરાળા વિસ્તારમાં બે વર્ષ પૂર્વે ઝડપાયેલા .૬.૭૭ લાખના દા પ્રકરણમાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિંમતનગરથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.સી.સાકરીયા તથા તેમની ટીમ રાજસ્થાન તપાસમાં ગઈ હતી. દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા,હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા અને હરદેવસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દાના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી જાવેદ ભીખાભાઈ શેખ (ઉ.વ ૩૮ રહે. હિંમતનગર, આરટીઓ પાછળ)ને હિંમતનગર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ માં ૬.૭૭ લાખનો દા અને વાહન સહિત કુલ પિયા ૧૦.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં જાવેદ શેખનું નામ ખુલ્યા બાદ તે નાસ્તો ફરતો હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લઇ થોરળા પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application