રાજકોટ મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૧માં બધં મકાનમાં . ૨.૮૦ લાખની ચોરીના બનાવમાં રાજકોટ ગ્રામ્ય,એલ.સી.બી.અને પેરોલ ફર્લેા સ્કોડની ટીમે ફરાર આરોપીને દાહોદના ધાનપુરથી ઝડપી લીધો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત એલ.સી.બી.અને પેરોલ ફર્લેા સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રામસંગજી સોલંકી, વિજયકુમાર ખડિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૦૧, જીેશ પાર્ક, રાધે વે બ્રિજવાળી શેરીમાં બળવંતભાઈ નાનજીભાઈ વાઘેલાના મકાનમાં દાગીના અને રોકડ મળી કુલ .૨,૮૦,૦૦૦ની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો શખસ બિલિયા ગામ,પટેલ ફળિયું, ધાનપુર, દાહોદ ખાતે છે.પોલીસે સચોટ બાતમીના આધારે આરોપી નીતિન ગોપસિંગ મોહનિયાને તેના ઘરેથી દબોચી લઈ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનની સોંપ્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઈ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઈ. કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ હમીરપરા, મહેન્દ્રસિંહ સોલંકી, શકિતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર ખડિયા, ભાવેશભાઈ મકવાણા, અઝીમભાઈ સમા સાથે રહ્યા હતા.