રાજકોટ શહેરના પી.ડી.માલાવીયા કોલેજ નજીક આવેલા માલધારી ફાટક નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. યુવક રૂમેથી નીકળી વિમલ લેવા જતો હતો બનાવ બન્યો હતો.
રાજકોટ માલધારી ફાટક પાસે વિમલ લેવા નીકળેલો યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો હતો. તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવક રૂમેથી વિમલ લેવા નીકળો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા બનાવ બન્યો હતો.
ઘટનાની મળતી વિગત મુજબ મૂળ બિહારનો અને હાલ ગોંડલ રોડ પર ગુલાબનગરમાં રહેતો સત્યનારાયણ સિગાદન બિન (ઉ.વ.31)નો યુવક ગઈરાત્રે માલધારી ફાટક પાસે હતો ત્યારે ટ્રેન હડફેટે ચડી જતા માથું અને પગ સહિતના અંગો કપાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને અને 108 અને આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમા ખસેડી યુવક પાસેથી મળેલી મોબાઈલ નંબરની ચીઠીના આધારે પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને કલ્પાંત સર્જ્યો હતો.
યુવક કારખાનામાં મજૂરી કામ કરતો હતો. યુવક જમીને વિમલ લેવા નીકળ્યો હતો. ત્યારે પાટા ક્રોસ કરતી વખતે અથવા તો અન્ય રીતે ટ્રેનનો ઠોકરે ચડી જતા મોત નિપજ્યાનું લાગી રહ્યું છે. યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે મોત થયું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application