બી–ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલો યુવક ઢળી પડતા મોત

  • October 25, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોણ જાણી શકે કાળ ને રે, સવારે કાલ કેવું થશે, આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે..., કાલે શું થવાનું અને મુત્યુનો સમય કયારે અને કયાં આવી ને ઉભો રહે છે એની કોઈને ખબર રહેતી નથી. એવો જ એક બનાવ શહેરમાં બન્યો છે, બી–ડિવિઝન પોલીસ સ્ટેશનએ રાત્રીના બારેક વાગ્યે ફરિયાદ કરવા માટે આવેલો યુવક અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં મોત થયું હતું. યુવકને ઘર પાસે બેઠેલા શખ્સ સાથે ઝગડો થતા તેની ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પિતરાઈ સાથે ગયા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રા વિગત મુજબ ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ અરજણભાઈ દામાણી (ઉ.વ.૩૬) નામના યુવક રાત્રીના જમીને ઘરેથી પોતાના પાલતુ સ્વાન અને દીકરી સાથે આટો મારવા માટે નીકળ્યા હતા ત્યારે ઘર પાસે કોઈ અજાણ્યો શખસ બેઠો હોય તેને ત્યાંથી ચાલ્યા જવા માટેનું કહેતા બેઠેલા શખસે તું શું કામ નીકળ્યો છો અહીંથી કહી બોલાચાલી કરી ઝપાઝપી કરતા અલ્પેશભાઈએ ૧૦૦ નંબરમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને
અલ્પેશ અને તેના પિતરાઈ ભાઈ અમિતભાઇ બંને બી–ડિવિઝન પોલીસ સ્ટેશનએ ફરિયાદ કરવા માટે રાત્રીના ગયા હતા ત્યાં વાતચીત કરતા અલ્પેશભાઈ અચાનક ઢળી પડતા તાકીદે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડવા આવ્યા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા ગમગીની છવાઈ હતી. મૃતક અલ્પેશભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતા. સંતાનમાં એક દીકરી છે. પોતે ઘરે ઇમિટેશનનું કામ કરતા હતા.
બનાવ અંગે બી–ડિવિઝન પોલીસે જરી કાગળો કરી કાર્યવાહી પુરી કરી હતી અને જેની સાથે માથાકૂટ થઇ હતી એ કરણ નામના શખ્સને પણ બોલાવી કડક શબ્દોમાં સૂચના આપી હતી. જો કે કોઈ ગુનો નોંધ્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્ર.નગર પોલીસ મથકમાં રેલનગરમાં રહેતા વેપારી ફરિયાદ કરવા માટે આવ્યા હતા ત્યારે ઢળી પડતા મોત થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application