જેતપુર નજીક રાજકોટ–પોરબંદર નેશનલ હાઇવે પર છરી બતાવી યુવાનના મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી. બાઇક પર ધસી આવેલા બુકાનીધારી શખસોએ લૂંટના બનાવને અંજામ આપતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાકીદે તપાસ હાથ ધરી લૂંટા બેલડીને ઝડપી . ૮૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ જેતપુરમાં ભાદરના સામાકાંઠે ભાડાના મકાનમાં રહી સાડીના કારખાનામાં મજૂરી કરતા અભિલેશકુમાર વિનોદ રામકિસુન સિંહે(ઉ.વ.૨૧) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૦૩૦૪૨૦૨૬ના રાત્રીના આઠેક વાગ્યે તે જેતપુરના નવાગઢમાં આવેલા કારખાનેથી ચાલીને મે જતો હતો. દરમિયાન રાજકોટ–પોરબંદર નેશનલ હાઇવે રોડ ક્રોસ કરીને રાજધાની હોટલ પસાર કરી જીવનબાગ પાસે પહોંચતા રાત્રીના ૦૮૧૦ વાગ્યે પાછળથી એક એકટીવામાં બે બુકાનીધારી શખસો ધસી આવ્યા હતા. એકિટવામાં પાછળ બેસેલ શખ્સેં મારો ડાબો હાથ પકડીને મચકોડેલ (મરોડના) અને તેના એક હાથમાં ચાકુ હતુ. તેણે મારા ખિસ્સામાંથી ઈન્ફિનિકસ નોટ ૪૦ પ્રો મોબાઇલ છરીની અણીએ પડાવી લીધેલ હતો અને બંને એકિટવા લઈને નાસી ગયેલ હતા.
બનાવને પગલે લૂંટના ગુનાનો તાત્કાલિક ભેદ ઉકેલવા રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા અને જેતપુર ઉધોગનગર પોલીસ મથકના પીઆઇ એસ.એચ. શર્માની સૂચના હેઠળ પી.એસ.આઇ. કે.બી. ગઢવીની ટીમે બનાવસ્થળની આસપાસના સીસીટીવી ફટેજની ચકાસણી શ કરી હતી. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ રિસોર્સથી હેડ કોન્સ્ટેબલ અજયભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ ચેતનભાઇ ઠાકોરને મળેલી બાતમીના આધારે જેતપુર ભાદરના સામાકાંઠે રેલવેની જૂની ફાટક પાસેથી સમીર બટુકભાઈ ઝાલા (ઉવ ૨૧ રહે. ગણેશનગર,જુનાગઢ રોડ, જેતપુર) અને હિરેન ભરતભાઈ ઝિંઝુવાડીયા (ઉવ ૨૫ રહે.બળદેવધાર, જેતપુર) ને લૂંટમાં ગયેલ મોબાઈલ, સુઝુકી એકસેસ મોટરસાયકલ, છરી મળી કુલ . ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કામગીરી રલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, જોધપુર ઉધોગનગર પીઆઇ એસ એચ શર્મા, પીએસઆઇ કે બી ગઢવી,હેડ કોન્સ્ટેબલ અજયભાઈ રાઠોડ, નિલેશભાઈ મકવાણા, રાજુભાઈ સાંબળા, હિતેશભાઈ વ, વાસુદેવસિંહ જાડેજા,ખીમજીભાઈ હત્પણ અને કોસ્ટેબલ ચેતનભાઇ ઠાકોર દ્રારા કરવામાં આવી હતી.