ઠેબા ચોકડી પાસે પૈસાની લેતી દેતીના મામલે યુવાનને ટોમી ફટકારી

  • June 07, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે રહેતા એક યુવાન પર પૈસાની લેતી-દેતી ના મામલે જામનગરના એક શખ્સ દ્વારા લોખંડની ટોમી વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે સેન્ટોઝા સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયદીપ નીતિનગિરી ગોસ્વામી નામના ૨૪ વર્ષના યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે રામેશ્ર્વર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રવિરાજસિંહ જાડેજા નામના શખ્સે લોખંડની ટોમી વડે હુમલો કરાયો હતો.
જે હુમલામાં તેને હાથમાં ફ્રેક્ચર થયું છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે. જે મામલે જયદીપ ગોસ્વામીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં યુવરાજસિંહ રવિરાજસિંહ જાડેજા સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે.
**
ઢેબરના યુવાન પર હુમલો કરતા બે શખ્સો
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા મુરુભાઈ દુદાભાઈ બલવા નામના ૪૦ વર્ષના યુવાને થોડા સમય પૂર્વે કાના ખીમા બલવા અને ખીમા ગોવિંદ બલવા નામના શખ્સોને રૂપિયા ૧૫,૦૦૦ હાથ ઉછીના આપ્યા હોય, જેની જરૂરત હોવાથી ફરિયાદી મુરુભાઈએ આરોપીઓ પાસે રકમ પરત માંગતા આરોપીઓએ મુરુભાઈને પોતાના ઘરે બોલાવી, માર્ગમાં તેમના ઉપર લાકડી તથા કુહાડા વડે હુમલો કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે સંદર્ભે ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application