BREAKING NEWS

સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે અદ્ભૂત હાસ્ય, સાહિત્ય અને સંગીતના ત્રિવેણી સંગમ

  • April 21, 2026 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફ્ટરડોઝમાં જનતાનો અદભુત પ્રતિસાદ મળ્યો. આ સાથે ડો. અવની વ્યાસના પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝનું વિમોચન પણ હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટયથી થઈ અને પછી સાંસદ પરસોત્તમ રૂપાલા, ડો. શરદ ઠાકર, જય વસાવડા, સાંઈરામ દવે, સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવે, નવભારત પ્રકાશનનાં રોનકભાઈ વગેરે દ્વારા લાફ્ટર ડોઝપુસ્તકનું વિમોચન થયું
અને ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યાં.




ત્યારબાદ બે કલાક લાફ્ટર ડોઝ પ્રોગ્રામ ઉપસ્થિત મહાનુભાવો તથા જનતાએ માણ્યો. અદભુત હાસ્ય, સાહિત્ય અને સંગીતના ત્રિવેણી સંગમ રાજકોટવાસીઓ મન મૂકીને માણ્યો, સ્ટેન્ડઅપ કોમેડીમાં ઉભરી આવેલા કાદવમાં લાફ્ટર ડોઝ એક સાત્યિક પુષ્પ છે, જે પરિવાર સાથે બેસીને માણી શકે છે. આ કાર્યક્રમમાં પિતા-પુત્રીની જોડીએ હાસ્ય રસ પીરસ્યો. સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન હાંસિયામાં રહીને બીજા કલાકારોને મંચ પૂરુ પાડે છે. આ પહેલા પણ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા છંદોત્સવ, વાર્તાથી વાવેતર, એજોયગ્રાફી વગેરે પ્રોગ્રામ થયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News