આંખથી દિવ્યાંગ વ્યકિત સાથીદારની મદદ લઈ મતાધિકારનો ઉપયોગ કરી શકશે
આંખથી દિવ્યાંગ વ્યકિત સાથીદારની મદદ લઈ મતાધિકારનો ઉપયોગ કરી શકશે
April 25, 2026 03:20 PM
રાજકોટ જિલ્લામાં તાલુકા જીલ્લા અને મનપાની ચૂંટણી આવતીકાલે તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાવવા જઈ રહી છે. જેમાં વિવિધ બૂથો ઉપર વહેલી સવારથી જ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની ફરજ નિભાવશે. ત્યારે આંખથી દિવ્યાંગ મતદારો પોતાના સાથીદારની મદદ લઈ મતદાન કરી શકશે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની અને મનપાના ૧૮ વોર્ડ માટે કાલે ચૂંટણી પર્વ છે ત્યારે રાજકોટના શહેરીજનો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરમિયાન જે મતદારો આંખથી અંધત્વ ભોગવી રહ્યા છે તેઓનો મતાધિકાર છીનવાઈ ન જાય તે માટે તત્રં દ્રારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, કોઈ પણ અધં વ્યકિત પણ ચૂંટણીમાં મતદાન કરી શકે છે. મતદાન દરમિયાન અધં વ્યકિત એક સાથીદારનો સહારો લઈ શકે છે. મતદાન મથક પર પહોંચતાની સાથે મતદાર પોતે આંખથી અધં છે તેવું જાહેર કરવાનું રહેશે. આ જાહેરાત બાદ બુથ પરના પ્રિસાઇડિંગ ઓફિસર તેનો એકરાર લેશે. જે બાદ અધં વ્યકિત અને તેના સાથીદારને મતદાન મથકમાં અંદર જવા દેવામાં આવશે. યાં સાથીદાર તે અધં વ્યકિતને ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારોના નામ અને તેના ચિન્હ સંબંધીત માહિતી આપશે. અધં વ્યકિતના જણાવ્યા મુજબ સાથીદાર મત માટેના બટન દબાવી રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. મત આપી દીધા બાદ બંને વ્યકિત મતદાન મથક છોડી દેશે. અત્રે મત કોને આપ્યો તેની સંપૂર્ણપણે ગુતા જાળવવાની રહેશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, ભારતમાં અધં મતદારો માટે મતદાન પ્રક્રિયા સરળ અને ગુ રહે તે માટે ચૂંટણી પચં દ્રારા ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અધં વ્યકિતઓ મુખ્યત્વે બે રીતે મતદાન કરી શકે છે. જેમાં ઇવીએમ પર બ્રેઈલ લિપીનો ઉપયોગ અને સાથીદારની મદદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મતદાન મથક પર વ્હીલ ચેર અને રેમ્પ સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે