BREAKING NEWS

સુલતાનપુરમાં રહેતા વ્યાજખોરે રૂા.૩.૫૦ લાખના રૂપિયા ૬.૫૦ લાખ વસુલ્યા છતાં પઠાણી ઉઘરાણી

  • May 06, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુલતાનપુરના વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મૂળ ધ્રોલના વતની યુવાને આ શખસ પાસથી ધંધાની જરીયાત માટે .૩.૫૦ લાખ વ્યાજે લીધા બાદ .૬.૫૦ લાખ ચૂકવી દીધા બાદ પણ આ શખસે યુવાનને મારમારી પઠાણી ઉઘરાણી કરી હતી. જે અંગે સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ ધ્રોલના વતની અને હાલ ગોંડલમાં જી પારેખ શેરીમાં રહેતા અસલમભાઇ અજીજભાઇ દોસાણી(ઉ.વ. ૩૮) દ્રારા સુલતનાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હનીફ ઉર્ફે કાળુ ઇસ્માઇલભાઇ સલાટ (રહે. વાસાવડ) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણેક વર્ષથી પરિવાર સાથે અહીં રહે છે અને છકડો રીક્ષામાં રાજકોટ ગોંડલમાં ડુંગળી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવાનના સસરા અખ્તરભાઈ અલાણી વાસાવડ ખાતે રહે છે. જેથી અવારનવાર સસરાના ગામે જતા હોય અને એની વાસાવડના હનીફે કાળુ સાથે પરિચય થયો હતો જે ફરિયાદીના પત્નીના કુટુંબી મામા થાય છે.
વર્ષ ૨૦૧૮ માં માર્ચ મહિનામાં યુવાન રમકડા તેમજ છૂટકથી ચીજવસ્તુઓની ફેરી કરતો હતો ત્યારે તેને પિયાની જરિયાત પડતા હનીફ ઉર્ફે કાળુ પાસેથી કડકે કટકે અઢી લાખ માસિક ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. જેનું યુવાન સમયસર વ્યાજ ચૂકવતો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં એક લાખ પિયા વ્યાજે લીધા હતા જેનુ માસિક ૪ ટકા વ્યાજ ચૂકવતો હતો આમ અંદાજે છ વર્ષ સુધી યુવાને વ્યાજ તેમજ મૂળ કિંમત મળી પિયા ૬.૫૦ ના ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ યુવાન ગોંડલ રહેવા જતો રહેતા પરિસ્થિતિ સારી ન હોય જેથી વ્યાજના પૈસા ચૂકવી શકતો ન હોય હનીફ અવારનવાર વ્યાજના પૈસા દેવા માટે ધમકાવી ઉઘરાણી કરતો હતો.
ગઈ તા. ૨૬૧૦૨૦૨૫ ના હનીફે યુવાનને ફોન કરી વાસાવડ તેના ઘરે બોલાવ્યો હતો અને બેંકના ચેક લઈ આવવાનું કહ્યું હતું. યુવાન વાસાવડ જતા અહીં હનીફે પિયાની ઉઘરાણી કરી મૂઢ મારમાર્યેા હતો અને વ્યાજના પિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી જઇ યુવાને કોરા ચેક હનીફને આપ્યા હતા તેના પર બળજબરીપૂર્વક સહી પણ કરાવી લીધી હતી. આમ હનીફ ઉર્ફે કાળુએ વર્ષ ૨૦૧૮ થી ૨૦૧૯ માં . ૩.૫૦ લાખ વ્યાજે આપી તેના બદલામાં યુવાને ૬.૫૦ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતો હતો. દરમિયાન તાજેતરમાં હનીફ વિદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજ અંગેની ફરિયાદ થઇ હોય જેની જાણ યુવાને સમાચાર માધ્યમથી થતા તેણે હિંમત કરી હનીફ સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News