બખરલાની સરકારી હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદરની શ્રી વી. જે. મોઢા કોલેજના સમાજકાર્ય વિભાગના બી. એસ. ડબલ્યુ સેમ-૨ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના ભાગપે સરકારી તથા બીનસરકારી સંસ્થાની મુલાકાતનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત એમ. આર. કે. હાઈસ્કૂલ-બખરલા ખાતે પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને આ અંગે સમાજકાર્ય વિભાગના પ્રાધ્યાપકો કવિતા આડતીયા, કૌશિક સાદીયા, પ્રશાંત વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્તરે કાર્યરત સંસ્થાની મુલાકાત
વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે કાર્યરત સરકારી તથા બીનસરકારી સંસ્થાની માહિતી મળે તે હેતુને ધ્યાને લઇને આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ સંસ્થાનું આયોજન કઇ રીતે થાય છે તેનાથી માહિતગાર કરવાનો હતો.એમ. આર. કે હાઈસ્કૂલ (બખરલા) ના આચાર્ય જે. પી. ખુટીભાઈ તથા શિક્ષકગણો લીલાભાઈ, ગરચરબહેન, ઓડેદરાભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવેલ.
વૃક્ષારોપણ કાર્યક્રમનો હેતુ તથા પ્રવૃતિ
દેશમાં વનમહોત્સવ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ર્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.
સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિભાઈ થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર વિશાલભાઈ પંડ્યા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ સૌને અભિનંદન પાઠવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech