વિશિષ્ટ માપદંડોના આધારે આપવામાં આવે છે વાવાઝોડાને કોઈ ચોક્કસ નામ

  • October 25, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે તેના અલગ-અલગ નામ સાંભળવા મળે છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? શું કોઈ દેશ પાસે આ માટે કોઈ પ્રોટોકોલ છે? વાવાઝોડાનું નામ પસંદ કરવાની જવાબદારી કોઈ ચોક્કસ દેશની નથી. આ જવાબદારી પ્રાદેશિક હરિકેન સેન્ટર તરીકે ઓળખાતા જૂથની છે. આ કેન્દ્રોની સ્થાપ્ના વર્લ્ડ મીટીરોલોજિકલ એસોસિએશન હેઠળ કરવામાં આવી છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તોફાનો પર નજર રાખવાનો અને તેમના વિશે માહિતી પ્રદાન કરવાનો છે.
દરેક સમુદ્રી તટપ્રદેશમાં એક અથવા વધુ પ્રાદેશિક તોફાન કેન્દ્રો હોય છે. આ કેન્દ્રો તોફાનોની ગતિવિધિઓ પર નજર રાખે છે અને તેના માટે નામ સૂચવે છે. દરેક પ્રાદેશિક તોફાન કેન્દ્રની પૂર્વનિર્ધિરિત નામકરણ સૂચિ હોય છે. આ યાદીમાં વિવિધ દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામોનો સમાવેશ થાય છે. જ્યારે નવું વાવાઝોડું રચાય છે, ત્યારે પ્રાદેશિક હરિકેન કેન્દ્ર તેની સૂચિમાંથી એક નામ પસંદ કરે છે. જો કે, વાવાઝોડાના નામકરણ માટે કેટલાક વિશિષ્ટ માપદંડો છે. ઉદાહરણ તરીકે નામ ખૂબ લાંબુ અથવા જટિલ ન હોવું જોઈએ. તે સરળતાથી યાદગાર હોવું જોઈએ અને કોઈ ચોક્કસ જૂથ, વ્યક્તિ અથવા ધર્મનું અપમાન ન કરવું જોઈએ.
વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન વાવાઝોડાના નામકરણની પ્રક્રિયાને પ્રમાણિત કરવા અને સંકલન કરવા માટે જવાબદાર છે. ડબ્લ્યુએમઓ અલગ-અલગ પ્રાદેશિક હરિકેન કેન્દ્રો સાથે નજીકથી કામ કરે છે તેની ખાતરી કરવા માટે કે બધા કેન્દ્રો સમાન ધોરણોનું પાલન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application