BREAKING NEWS

પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું યોજાશે સ્નેહમિલન

  • November 21, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન ૩૦ મી નવેમ્બરના રોજ યોજાશે.
પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજ દ્વારા કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તા.૩૦.૧૧.૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫:૦૦ દરમિયાન પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજના પરિસરમાં યોજાશે.કોલેજ સાથે સંકળાયેલા ભૂતપૂર્વ શિક્ષિતોની યાદોને તાજી કરવી, પરસ્પર સંવાદ સ્થાપિત કરવો અને શિક્ષણ ક્ષેત્રે કોલેજના સતત વિકાસ અંગે વિચારો વહેંચવા આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય છે.આ પ્રસંગે કોલેજ પરિવાર તરફથી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનમ્ર આમંત્રણ છે કે તેઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application