પોરબંદરમાં પ્રમોશન મેળવનારા પોલીસ કર્મચારીઓની રેન્ક સેરેમની યોજાઇ

  • September 03, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જિલ્લામાં ૨૬ જેટલા એ.એસ.આઈ. અને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા છે ત્યારે તેમનો રેન્ક સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર જીલ્લા પોલીસ વડા  ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના ૧૩ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ.નું તથા ૧૩ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન થયું છે,જે અર્ંતગત પ્રમોશન મેળવેલ ૧૩ એ.એસ.આઇ. તથા ૧૩ પોલીસ હેડ કોન્સ્ટેબલનું રેન્ક સેરેમનીનું આયોજન પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં ડી.ટી.સી. હોલ પોલીસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવેલ હતુ. જેમાં પોરબંદર શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.  તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક  વિરલ દલવાડી  તથા પોરબંદર જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટરો તથા પોલીસ સબ ઇન્સ્પેકટરો તથા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓના પરીવારજનો ઉપસ્થિત રહેલ હતા. તેમજ પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓના જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રમોશન મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application