ગોંડલની સબજેલમાં બધં એક કેદીનું અચાનક તબિયત લથડતા કરુણ મોત નીપજ્યું છે. જેતપુરના રવિભાઈ લાખાભાઈ વિંઝુડા નામના ૩૧ વર્ષીય યુવાનનું હોસ્પિટલના બિછાને દમ તોડતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક આરોપી છેલ્લા ૩ થી ૪ દિવસથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યો હતો. સવારે તેની સ્થિતિ વધુ બગડતા જેલ પ્રશાસન દ્રારા તાત્કાલિક પ્રથમ સારવાર સવારે જેલની એમ્બ્યુલન્સ મારફતે આરોપીને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ તપાસ માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, યાં જરી રિપોટર્સ અને પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલથી પરત આવ્યા બાદ આરોપીને જેલની બેરેકમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ, ગઈ કાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેની તબિયત ફરીથી એકાએક લથડી હતી અને તે બેભાન થઈ ગયો હતો.
આરોપી બેભાન થતા તેને ફરી એકવાર એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આ મામલે જેલ સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે