પીસીબીની ટીમે શહેરના અંકુરનગર મેઇન રોડ પરથી એક શખસને ૧૪૪ બોટલ દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. યારે દા પ્રકરણમાં અન્ય બે શખસોના નામ ખુલ્યા હતા. આ ઉપરાંત ઓમનગર સર્કલ પાસે એસેન્ટ કારમાં .૧.૦૫ લાખના ૫૨૫ લીટર દેશીદા સાથે સાયલા પંથકના શખસને અને જામનગર રોડ પર પીપળીયા ગામ પાસે દેશીદાના જથ્થા સાથે આણંદપર બાઘી ગામે રહેતા શખસને ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ અને પી.બી.ત્રાજીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે અંકુરનગર મેઈન રોડ પર ન્યુ ગોપાલપાર્ક શેરી નંબર–૧ પાસેથી શનિ ધર્મેશભાઈ પરમાર (ઉ.વ ૨૪ રહે.હસનવાડી–૨ ના છેડે, અમરનાથ મહાદેવના મંદિર પાસે બોલબાલા માર્ગ)ને . ૩૬,૦૦૦ ની કિંમતના ૧૪૪ બોટલ દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી દાનો જથ્થો અને મોબાઈલ ફોન કબજે કર્યેા હતો. ઝડપાયેલા શખસની પૂછતાછ કરતા દા પ્રકરણમાં અહીં ગોપાલપાર્કમાં જ રહેતા હરી ઉર્ફે હેરી અરવિંદભાઈ પરમાર અને નવલનગર શેરી નંબર ૧૮ માં રહેતા મયુર ખેંગારભાઈ ખીંટનું નામ ખુલ્યું હતું જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અન્ય બે શસખોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અન્ય કામગીરીમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસેના રોડ નજીક સીટી બસ સ્ટેન્ડ સામેથી ઓમનગર સર્કલ પાસે પોલીસે એસેન્ટ કારને અટકાવી તલાસી લેતા તેમાંથી પિયા ૧.૦૫ લાખની કિંમતનો ૫૨૫ લીટર દેશી દા નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે સંદીપ અનકભાઈ કરપડા(ઉ.વ ૨૪ રહે. આણંદપર નવાગામ, મૂળ ધજાળા તા. સાયલા)ને ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૩.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે યારે પીસીબીએ જામનગર રોડ પર પરાપીપળીયા ગામ પાસેના રોડ પરથી દેવજી મોહનભાઈ જખાણીયા(ઉ.વ ૩૬ રહે આણંદપર બાઘી)ને ૧૦૦ લીટર દેશી દા સાથે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech