BREAKING NEWS

પરિણીતાને લગ્નના છ મહિનામાં સિવિલના નસિગ કર્મી પતિ, સાસુ, નણંદોનો ત્રાસ

  • July 08, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની પરિણીતાના લને છ મહિનામાં જ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નસગ કર્મચારી પતિ, સાસુ અને બે નણંદના ત્રાસથી ઘર છોડી સાવરકુંડલા માવતરના ઘરે રહેવા જવાની ફરજ પડતા પરિણીતાએ પતિ, સાસુ અને બે નણંદો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગત મુજબ સાવરકુંડલાની કેજીએન સોસાયટીમાં માવતરના ઘરે રહેતી નીલોફરબેન ચિરાગભાઈ મારડિયા (ઉ.વ.૨૧)ની પરિણીતાએ સાવરકુંડલા પોલીસ મથકમાં રાજકોટ સ્થિત પતિ ચિરાગ બહાદુરભાઈ મારડિયા, સાસુ રસીદાબેન અને નણંદો સાજેદાબેન સીરાજભાઇ સીપાઇ અને રીધ્ધી શિવરાજભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, લ થયાને છ મહિના જેટલો સમય થયો છે, દરમિયાન શઆતના સમયમાં સારી રીતે રાખવામાં આવી હતી જે બાદ સાસુ નાની નાની વાતે કહેતા કે, તને તારા મા–બાપે કાંઈ શીખવ્યું નથી, એમ નેમ વળાવી દીધી છે કહી ઝગડો કરી મારમારતા હતા, બહાર જાવ તો પાછળ આવી શંકા કુશંકા કરી શેરીમાં પણ મારપીટ કરતા હતા. પતિ હોસ્પિટલેથી નોકરી પુરી કરી ઘરે આવે ત્યારે સાસુ મારી નબળી વાતો કરીને કહેતા કે, આને તું કાઢી મૂક જે આનામાં કાંઈ નથી, ઘરનું કામ પણ આવડતું નથી, આથી પતિ પણ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકતા હતા, પતિ અને સાસુ કરિયાવર બાબતે પણ અવાર નવાર કહેતા કે, તારા બાપે આમનામ વળાવી દીધી છે, કરિયાવરમાં કાંઈ લાવી નથી, પતિએ પિતાના ઘરેથી એક લાખ પિયા લઇ આવાનું કહ્યું હતું, માવતરની સ્થિતિ સારી ન હોય આથી પૈસા આપી ન શકે તેમ કહેતા પતિ મારકૂટ કરતા હતા. આ બાબતે મારા પિતાને ફોન કરતા માતા પિતા બંને સમજાવવા માટે આવ્યા હતા પરંતુ પતિ, સાસુ અને નણંદોએ તેમની સાથે પણ ઝગડો કર્યેા હતો. આમ બધાનો ત્રાસ વધતા અંતે માવતરના ઘરે આવી ફરિયાદ નોંધાવી છે, પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application