ધારીના જળ જીવડી ગામમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર કર્યો હુમલો

  • June 07, 2024 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



​​​​​​​અમરેલીની આસપાસના ગામડામાં અવારનવાર હિંસક પ્રાણીઓ ઘુસી જવાના અને શિકાર કર્યાના સમાચાર મળતા રહે છે. ત્યારે આજે અમરેલીના ધારીના જળ જીવડી ગામમાં દીપડો ઘુસી ગયો હતો અને એક બાળકી પર હુમલો કર્યો હતો. ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો. મજૂર પરિવાર કામ કરતો હતો અને બાળકો કેરીના બગીચામાં રમી રહ્યા હતા ત્યારે અચાનક જ દીપડો આવી ચડ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. બાદમાં પરીવર દોડી આવ્યો અને દીપડાએ બાળકીના પિતાને પણ નખ મારીને ઈજાગ્રસ્ત કર્યા છે. બાળકીનું નામ ગોપી સુરેશભાઈ રાઠોડ છે અને તે પાંચ વર્ષની છે. ઈજાગ્રસ્ત બાળકીને પ્રાથમિક સારવાર માટે પહેલા ધારી લઇ જવામાં આવી હતી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.ત્યારબાદ વનવિભાગે દીપડાને પકડવા કામગીરી હાથ ધરી છે અને પાંજરા મુકવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application