પરસ્ત્રી સાથે સંબધં ધરાવતા પતિએ મારમારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

  • September 10, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વરપાર્ક પાસે રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબધં હોય જે બાબતે વિરોધ કરતા પતિએ મારકૂટ કરી ત્રાસ આપવાનું શ કરી દીધું હતું. પતિની પ્રેમિકા અને નણદં બંને મળી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી વાળી શેરીમાં યોગેશ્વર પાર્કમાં મુકતા કોમ્પલેક્ષ લેટ નંબર–૧ માં રહેતા નયનાબા (ઉ.વ ૩૩) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પતિ અજીત ભીમભાઇ ભોજક તેમજ રૈયા રોડ પર કિડવાઈ નગરમાં રહેતી સલમા દેવેન્દ્રભાઈ કેર,નોકઆઉટ ગેમ ઝોન પાસે ડાના લેટમાં રહેતી નણદં ઇલાબેન જયેશભાઈ ધાંધલના નામ આપ્યા છે.
પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન  ૧૧ વર્ષ પૂર્વે થયા હતા. આ લગ્ન  જીવન થકી સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. ત્રણેક વર્ષ પૂર્વે પતિનો પગ ભાંગી જતા ઓપરેશન કરાવ્યું હોય જેથી ૪ મહિના ઘરે પથારીવશ રહ્યા હતાં.આ દરમિયાન તેમના ઘરે સલમા અવારનવાર આવતી જતી હતી જેથી તેના પર શંકા જતા આ બાબતે પતિને પૂછતા તેણે મારકૂટ કરી ત્રાસ આપવાનું શરૂ કયુ હતું.પરિણતાએ પતિને સલમા સાથે સંબધં ઓછો રાખવાનું કહેતા પતિએ કહ્યું હતું કે, એ મારી ઘરવાળી છે તારાથી થાય તે કરી લે. આમ કહી વધુ ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ નણદં પણ પતિનો સાથ આપવા લાગી હતી અને તેની ચડામણીથી પરિણીતાને ઘરેથી કાઢી મૂકી હતી. આ દરમિયાન તે ૭ મહિના રિસામણે રહી હતી બાદમાં નણંદના દીકરાની સગાઈ હોય સમાધાન કરી તેડી ગયા હતા. થોડા દિવસ બાદ ફરી ત્રાસ આપવા લાગ્યા હતા. છેલ્લા બે વર્ષથી પરિણીતા આ સહન કરતી હતી.
ગત તારીખ ૬–૯ – ૨૦૨૪ ના નણદં ઇલા ઘરે આવી હતી અને પતિની ચડામણી કરતા પતિએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી પરિણીતાને કાઢી મૂકી હતી. જેથી તે પિતાના ઘરે ચાલી ગઈ હતી અને બાદમાં તેને દુ:ખાવો થતો હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ અંતે તેણે આ બાબતે પતિ નણદં અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application