બોમ્બે હાઈકોર્ટે આઈટી સંશોધન નિયમ 2023 કર્યો રદ્દ, કેન્દ્ર સરકારના ફેક્ટ ચેકિંગ યુનિટને ગેરબંધારણીય ગણાવ્યો

  • September 20, 2024 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે મહત્વનો નિર્ણય આપતાં આઈટી એમેન્ડમેન્ટ રૂલ્સ 2023ને ફગાવી દીધો હતો. આ કેસ જાન્યુઆરીમાં ડિવિઝન બેંચ દ્વારા વિભાજિત ચુકાદામાં આપવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ટાઈ-બ્રેકર જજની નિમણૂક કરી હતી. તેણે હવે આ અંગે પોતાનો અંતિમ અભિપ્રાય વ્યક્ત કરીને તેને ગેરબંધારણીય ગણાવીને સુધારાને રદ કરવાનો ચુકાદો આપ્યો છે.


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સુધારેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમોને ગેરબંધારણીય ગણાવ્યા અને તેને રદ્દ કરી દિધો હતો. આ સુધારામાં સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ નકલી અને ખોટા કન્ટેન્ટને ઓળખવા માંગ કરવામાં આવી હતી.


જાન્યુઆરીની શરૂઆતમાં, સુધારેલા આઇટી નિયમોને પડકારતી અરજીઓ પર ડિવિઝન બેન્ચ દ્વારા વિભાજિત ચુકાદો આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આ કેસને ટાઇ-બ્રેકર જજ તરીકે જસ્ટિસ એ એસ ચંદુરકરને સોંપવામાં આવ્યો હતો. જસ્ટિસ ચંદુરકરે શુક્રવારે કહ્યું કે નિયમો બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.


ન્યાયાધીશે કહ્યું, 'મેં કેસની વિગતવાર વિચારણા કરી છે. અસ્પષ્ટ નિયમો ભારતના બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), 19 (ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) અને 19 (1) (જી) (સ્વતંત્રતા અને વ્યવસાયનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે નિયમોમાં નકલી, ખોટા અને ભ્રામક શબ્દો કોઈપણ વ્યાખ્યાની ગેરહાજરીમાં અસ્પષ્ટ છે અને તેથી ખોટા છે.


આ નિર્ણય સાથે હાઈકોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને અન્ય લોકો દ્વારા નવા નિયમોને પડકારતી અરજીઓને મંજૂરી આપી હતી. જેમાં સરકાર વિશે નકલી અથવા ખોટા કન્ટેન્ટને ઓળખવા માટે ફેક્ટ ચેકિંગ યુનિટ (FCU)ની સ્થાપના કરવાની જોગવાઈ પણ સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application